મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Elections) વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે (Amit Shah) રવિવારના રોજ (17 નવેમ્બર) મહારાષ્ટ્રના વિદર્ભમાં યોજાનારી તમામ રેલીઓ રદ કરી નાખી છે. ઉપરાંત તે પણ સામે આવ્યું છે કે, શાહ નાગપુરથી દિલ્હી જવા માટે રવાના થઈ ગયા છે.
નોંધવા જેવું છે કે, રવિવારે મહારાષ્ટ્રના વિદર્ભમાં અમિત શાહની રેલીઓનું આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ, તે પહેલાં અચાનક જ તેઓ નાગપુરથી દિલ્હી જવા રવાના થઈ ગયા છે. અમિત શાહની રેલી રદ થવાને લઈને હવે અનેક અટકળો પણ વહેતી થઈ છે. કહેવાય રહ્યું છે કે, મણિપુરની સ્થિતિને લઈને તેમણે રેલીઓ રદ કરી છે.
ઉપરાંત તે પણ જાણવા મળી રહ્યું છે કે, ગઢચિરૌલી અને વર્ધામાં અમિત શાહના સ્થાને પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની રેલીઓને સંબોધિત કરશે. અન્ય બે સ્થળોએ અમિત શાહના સ્થાને કેન્દ્રીય મંત્રી શિવરાજ સિંઘ ચૌહાણ પણ રેલીઓને સંબોધિત કરશે.