પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલામાં પાકિસ્તાનને ક્લીન ચિટ આપીને તેને ભારતની સરકારનું જ ષડ્યંત્ર ગણાવનાર આસામના AIUDF ધારાસભ્ય અમીનુલ ઇસ્લામની રાજ્યની હિમંતા બિસ્વ સરમા સરકારે ફરી ધરપકડ કરી છે. આ કાર્યવાહી રાષ્ટ્રીય સુરક્ષા કાનૂન (NSA) હેઠળ કરવામાં આવી છે.
અમીનુલ ઇસ્લામે 24 એપ્રિલ 2025ના રોજ એક ભાષણમાં કહ્યું હતું કે પહલગામ અને પુલવામા હુમલામાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી અને બંને હુમલાઓ સરકારનું ષડ્યંત્ર છે, જેના થકી મજહબી તણાવ ભડકાવવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
આ કેસમાં અમીનુલ ઇસ્લામને 14 મેના રોજ જામીન મળ્યા હતા. પરંતુ ત્યારબાદ સરકારે કાર્યવાહી કરીને NSA લગાવીને ધરપકડ કરી લેવામાં આવી. પોલીસે સ્પષ્ટ કર્યું છે કે કાર્યવાહી અમીનુલ ઇસ્લામના ભાષણ પર જ કરવામાં આવી છે.
આસામ સીએમ સરમાએ કહ્યું કે, “નોગાંવ ડેપ્યુટી કમિશનર અને ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટે અમીનુલ ઇસ્લામને નેશનલ સિક્યુરિટી એક્ટ, 1980ની કલમ 3(2) હેઠળ પ્રિવેન્શન ડિટેન્શન હેઠળ મોકલ્યા છે.”
જોકે AIUDFએ ધારાસભ્યની ટિપ્પણીઓથી અંતર બનાવી લીધું છે અને કહ્યું કે, આ ટિપ્પણીઓ તેમનો અંગત મત છે અને પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતી નથી.