Thursday, January 30, 2025
More

    વોશિંગ્ટન ડીસી એરપોર્ટ પર લેન્ડ થતા પહેલાં જ 64 યાત્રિઓ સાથેનું પ્લેન આર્મી હેલિકોપ્ટર સાથે અથડાયું: 19ના મોત, બચાવ કામગીરી શરૂ

    અમેરિકા પાછલા કેટલાક સમયથી કેલિફોર્નિયાના જંગલોમાં લાગેલી સામનો કરી રહ્યું છે ત્યારે હવે અમેરિકાના રોનાલ્ડ રીગન વોશિંગ્ટન (Washington) નેશનલ એરપોર્ટ નજીક અમેરિકાનું પ્લેન ક્રેશ (Plane Crash) થયું હોવાના અહેવાલ સામે આવ્યા હતા. મળતી માહિતી અનુસાર અમેરિકન એરલાઇન્સનું પ્રાદેશિક પેસેન્જર જેટ અને યુએસ મિલિટરી બ્લેક હોક હેલિકોપ્ટર (Black Hawk helicopter) એકબીજા સાથે અથડાઈને ક્રેશ થઇ ગયા હતા.  

    આ ઘટના 29 જાન્યુઆરીની રાત્રે બની હોવાનું કહેવાઈ રહ્યું છે, તથા તેના વિડીયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ વિમાનમાં લગભગ 64 યાત્રિઓ સવાર હોવાનું કહેવાઈ રહ્યું છે.

    ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશનએ (FAA) X પર પોસ્ટ કરી જણાવ્યું કે ” PSA એરલાઇન્સ બોમ્બાર્ડિયર CRJ 700 પ્રાદેશિક જેટ સ્થાનિક સમય મુજબ રાત્રે 9 વાગ્યે, રીગન વોશિંગ્ટન નેશનલ એરપોર્ટ પર રનવે 33 તરફ આગળ વધી રહ્યું હતું ત્યારે હવામાં સિકોરસ્કી H-60 ​​હેલિકોપ્ટર સાથે અથડાઈ ગયું. પીએસએ અમેરિકન એરલાઇન્સ માટે ફ્લાઇટ 5342 તરીકે કાર્યરત હતું. જે વિચિટા, કેન્સાસથી રવાના થયું હતું.”

    ક્રેશ થયા બાદ વિમાન અને હેલિકોપ્ટર વોશિંગ્ટનમાં પોટોમેક નદીમાં પડી ગયા હતા. જેને લઈને પોલીસ અને અન્ય એજન્સીઓએ તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી દીધી હતી. પોટોમેક નદીમાંથી અત્યાર સુધીમાં 18 મૃતદેહો મળી આવ્યા હોવાના અહેવાલ છે.