Friday, March 14, 2025
More

    ‘કોંગ્રેસે AAPને હરાવવા માટે બધી શક્તિ લગાવી દીધી’: અમાનતુલ્લાહ ખાને હાર માટે કોંગ્રેસને ઠેરવી જવાબદાર, AIMIM પર પણ લગાવ્યા આરોપ

    દિલ્હીમાં ભાજપની જીત બાદ હવે આમ આદમી પાર્ટીના નેતા અને ઓખલા સીટ પરથી વિજેતા ઉમેદવાર અમાનતુલ્લાહ ખાને પોતાની પાર્ટીની હાર માટે કોંગ્રેસ અને AIMIMને જવાબદાર ઠેરવી છે. તેમણે આરોપ લગાવ્યો છે કે, બંને પાર્ટીઓએ ચૂંટણી જીતવા માટે નહીં, પરંતુ AAPને હરાવવા માટે ચૂંટણી લડી હતી.

    તેમણે મીડિયાને નિવેદન આપતા કહ્યું કે, “કોંગ્રેસે AAPને હરાવવા માટે બધી શક્તિ લગાવી દીધી હતી. ભાજપને કોંગ્રેસ તરફથી ફાયદો મળ્યો છે. કોંગ્રેસ અને AIMIMએ જીતવા માટે નહીં, પરંતુ આમ આદમી પાર્ટીને હરાવવા માટે ચૂંટણી લડી હતી. AAPની હારમાં તેમની મુખ્ય ભૂમિકા છે.”

    નોંધવા જેવું છે કે, 8 ફેબ્રુઆરીએ આવેલું દિલ્હી વિધાનસભાનું પરિણામ AAP માટે ખૂબ નિરાશાજનક રહ્યું હતું. કારણ કે, ભાજપે આતિશી સિવાયના તમામ મોટા નેતાઓને હરાવી દીધા હતા. આમ આદમી પાર્ટીના ચીફ કેજરીવાલે પણ નવી દિલ્હી બેઠક ગુમાવવી પડી હતી.