Tuesday, March 18, 2025
More

    મહિલાને જોવી હતી ‘પુષ્પા-2’, દર્શન થઈ ગયા ‘યમરાજ’ના: ફિલ્મ જોવાના ચક્કરમાં થઈ ભાગદોડ 1 મૃત, 3 ઘાયલ

    હૈદરાબાદમાં (Hyderabad) સાઉથના સુપરસ્ટાર હીરો અલ્લુ અર્જુનની (Allu Arjun) બહુપ્રતિક્ષિત ફિલ્મ ‘પુષ્પા 2: ધ રૂલ’ના (Pushpa 2 ‘The Rule’) પ્રીમિયર શોના રિલીઝ દરમિયાન ફાટી નીકળેલી નાસભાગમાં એક મહિલાનું મૃત્યુ થયું હતું જ્યારે એક છોકરાની હાલત ગંભીર હોવાનું કહેવાય છે.

    કેટલાક વિડીયો સામે આવ્યા છે જેમાં પોલીસ ભીડને વિખેરવા માટે લાઠીચાર્જ કરતી જોઈ શકાય છે. આ સમગ્ર કાર્યક્રમ સંધ્યા થિયેટર, RTC ક્રોસરોડ્સ, હૈદરાબાદ ખાતે 4 ડિસેમ્બર 2024ના રોજ રાત્રે 9:30 વાગ્યે થયો હતો.

    અલ્લુ અર્જુનને જોઈને કાબૂ બહાર જતી ભીડને કાબૂમાં લેવા માટે પોલીસે કાર્યવાહી કરી હતી, પરંતુ આ દરમિયાન એવી નાસભાગ શરૂ થઈ ગઈ કે રેવતી નામની મહિલાનું મોત થઈ ગયું. તે દિલસુખનગરની રહેવાસી હતી જે તેના પતિ અને બાળકો સાથે ફિલ્મ જોવા આવી હતી.

    જણાવવામાં આવી રહ્યું છે કે રેવતીનો 9 વર્ષનો પુત્ર પણ નાસભાગમાં ગંભીર રીતે ઘાયલ થયો છે. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઘટનામાં અન્ય બે લોકો પણ ઘાયલ થયા છે.