Sunday, March 23, 2025
More

    રણવીર અલ્હાબાદિયા વિવાદ વધ્યો, પોલીસે ‘India’s Got Latent’ના અન્ય એપિસોડના મહેમાનો અને આયોજકો સામે દાખલ કર્યો કેસ

    રણવીર અલ્લાહબાદિયા (Ranveer Allahbadia), સમય રૈના (Samay Raina), અપૂર્વ માખીજા, જસપ્રીત સિંહ અને આશિષ ચંચલાની પર વાંધાજનક વાયરલ વિડીયો માટે આસામમાં કેસ નોંધાયાના એક દિવસ પછી, હવે મહારાષ્ટ્ર પોલીસના સાયબર સેલ (Maharashtra Cyber Cell) યુનિટે ઇન્ડિયા’ઝ ગોટ ટેલેન્ટના (India’s Got Latent) એપિસોડ 1થી 6માં સામેલ તમામ વ્યક્તિઓ સહિત 40 લોકો સામે કેસ નોંધ્યો છે, જેમાં મહેમાન સહભાગીઓનો પણ સમાવેશ થાય છે.

    સાયબર સેલે નોટિસ જારી કરવાનું શરૂ કર્યું છે, જેમાં દરેકને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે બોલાવવામાં આવ્યા છે. અલ્લાહબાદિયાની વિવાદાસ્પદ ટિપ્પણીઓ પર મહારાષ્ટ્રમાં ત્રણ અલગ અલગ જૂથો અને વ્યક્તિઓએ પોલીસ ફરિયાદો નોંધાવી હતી. તેમની ટીકા કરનારાઓમાં મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ (CM Devendra Fadnavis) પણ હતા.

    મુખ્યમંત્રીએ કહ્યું, “મને આ ઘટના વિશે જાણ કરવામાં આવી છે, જોકે મેં હજુ સુધી તે જોઈ નથી. હું સમજું છું કે તે અત્યંત અયોગ્ય હતું, જે અસ્વીકાર્ય છે. જ્યારે દરેકને અભિવ્યક્તિની સ્વતંત્રતાનો અધિકાર છે, ત્યારે આ સ્વતંત્રતા ત્યારે સમાપ્ત થાય છે જ્યારે તે બીજાના અધિકારોનું ઉલ્લંઘન કરે છે. મર્યાદાઓ છે, અને જો કોઈ તેનો ભંગ કરશે તો કાર્યવાહી કરવામાં આવશે.”

    આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ઇન્ડિયાઝ ગોટ લેટેન્ટના કેટલાક અંશો, જેમાં અલ્લાહબાદિયા એક સ્પર્ધકને વાલીપણા અને સેક્સ સંબંધિત પ્રશ્નો પૂછતો હતો, તે સોશિયલ મીડિયા પર વાયરલ થયા. જેના કારણે વ્યાપક આક્રોશ અને વિરોધ થયો. ઇન્ડિયા’ઝ ગોટ લેટેન્ટ યુવા પ્રેક્ષકોમાં તેના તીક્ષ્ણ અને ઘણીવાર ઉશ્કેરણીજનક સામગ્રી માટે જાણીતું છે.