Monday, March 17, 2025
More

    ‘તે વૃદ્ધ છે, આત્મહત્યા માટે ઉશ્કેરી ના શકે’: અતુલ સુભાષ આત્મહત્યા કેસમાં અલ્હાબાદ હાઇકોર્ટે નિકિતાના કાકાને આપ્યા જામીન

    અલ્હાબાદ હાઇકોર્ટે (Allahabad High Court) બેંગલુરુ AI એન્જિનિયર અતુલ સુભાષની આત્મહત્યાના કેસમાં (Atul Subhash suicide case) ધરપકડ કરાયેલ નિકિતા સિંઘાનિયાના (Nikita Singhania) કાકા સુશીલ (Sushil) સિંઘાનિયાને આગોતરા જામીન મંજૂર કર્યા છે.

    સુશીલ સિંઘાનિયાના વકીલે કોર્ટમાં દલીલ કરી હતી કે સુશીલ 69 વર્ષના વ્યક્તિ છે. તેમની તબિયત પણ સારી નથી. તેઓ કોઈને આત્મહત્યા કરવા માટે કેવી રીતે ઉશ્કેરી શકે?

    વકીલે કોર્ટને સુશીલ સિંઘાનિયાને થોડા સમય માટે સુરક્ષા આપવાની પણ અપીલ કરી હતી. જસ્ટિસ આશુતોષ શ્રીવાસ્તવે બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.

    તેમણે સુશીલ સિંઘાનિયાને કેટલીક શરતો સાથે આગોતરા જામીન (anticipatory bail) આપ્યા હતા. સાથે જ આદેશ આપ્યો છે કે જો સુશીલ સિંઘાનિયા પાસે કોઈ પાસપોર્ટ છે તો તેણે તે સંબંધિત પોલીસ અધિકારીને જમા કરાવવાનો રહેશે.