અલ્હાબાદ હાઇકોર્ટે ફેક ન્યૂઝ ફેક્ટરી તરીકે ઓળખાતા ઓલ્ટ ન્યૂઝના (Alt News) સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેરની (Mohammad Zubair) ધરપકડ પરનો સ્ટે (stay on the arrest) 16 જાન્યુઆરી, 2025 સુધી લંબાવ્યો છે. રાજ્ય સરકાર દ્વારા દાખલ કરવામાં આવેલા જવાબ સામે કોર્ટે ઝુબેરને પોતાનો પક્ષ રજૂ કરવા માટે 10 દિવસનો સમય આપ્યો છે. આ મામલો ઝુબેરની ‘X’ પોસ્ટ સાથે સંબંધિત છે જેમાં તેણે યતિ નરસિંહાનંદનો વિડીયો શેર કર્યો હતો.
[BREAKING] Allahabad High Court Extends Stay on Arrest of Alt News Co-Founder Mohammed Zubair Till Jan 16 #BREAKING #AllahabadHighCourt @zoo_bear @AltNews
— LawChakra (@LawChakra) January 6, 2025
Read more : https://t.co/ECWnRuR9yPhttps://t.co/ECWnRuR9yP
જસ્ટિસ સિદ્ધાર્થ વર્મા અને જસ્ટિસ યોગેન્દ્ર કુમાર શ્રીવાસ્તવની ખંડપીઠે એફઆઈઆરને પડકારતી ઝુબેરની અરજી પર સુનાવણી કરતી વખતે આ આદેશ આપ્યો હતો. અગાઉ 20 ડિસેમ્બરે હાઇકોર્ટે ઝુબેરની ધરપકડ પર 6 જાન્યુઆરી સુધી રોક લગાવી દીધી હતી અને તેને ‘ગંભીર ગુનેગાર નથી’ તેમ જણાવ્યું હતું. દરમિયાન પોલીસે તેની પણ પૂછપરછ કરી હતી.
ઉલ્લેખનીય છે કે મંદિર સમિતિ સાથે સંકળાયેલા ઉદિતા ત્યાગીએ AltNewsના કો-ફાઉન્ડર મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ કવિનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદી ઉદિતા ત્યાગીએ તેમના પર જૂના અને સંપાદિત વિડીયો પોસ્ટ કરીને ધાર્મિક ઉન્માદ ફેલાવવાનો આરોપ લગાવ્યો છે.