Thursday, March 6, 2025
More

    અલ્લાહ વક્ફને બચાવશે… બીજા બધા નાશ પામશે અને મુસલમાન ઉભા થશે: ફારુક અબ્દુલ્લાએ હઝરતબલ દરગાહ પર ઓક્યું ઝેર

    નેશનલ કોન્ફરન્સના (NC) વડા ફારુક અબ્દુલ્લાએ (Farooq Abdullah) કહ્યું છે કે જ્યારે બધું નાશ પામશે, ત્યારે ઇન્શાઅલ્લાહ, મુસ્લિમો ફરીથી ઉભા થશે. તેમણે કહ્યું છે કે ભાજપ ગમે તે કરી શકે છે પરંતુ વક્ફને (Waqf) ફક્ત અલ્લાહ (Allah) જ બચાવશે. તેમણે આ વાતો હઝરતબલ દરગાહમાં (Hazratbal Dargah) કહી હતી.

    ફારુક અબ્દુલ્લાએ મુસ્લિમોની પણ ટીકા કરી છે. તેમણે કહ્યું કે મુસ્લિમો ફક્ત નામના છે અને તેઓ ઇસ્લામનું પાલન કરતા નથી. અબ્દુલ્લાએ સલાહ આપી કે જો મુસ્લિમો પોતાના કર્મો સુધારે, તો બધું જ જગ્યાએ આવી જશે.

    ફારુક અબ્દુલ્લાએ કહ્યું કે અલ્લાહનું નામ કોઈ ભૂંસી નહીં શકે.