Saturday, May 17, 2025
More

    પાકિસ્તાની ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ… તમામ સામગ્રી હટાવવામાં આવે: મંત્રાલયનો પ્રસારણ માધ્યમોને આદેશ

    કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયે તાં OTT પ્લેટફોર્મ, મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ અને ઇન્ટરમીડિયેટરીને સૂચના આપીને પાકિસ્તાન સંબંધિત સામગ્રી હટાવવા માટે કહ્યું છે. 

    ગુરુવારે (8 મે) બહાર પાડવામાં આવેલી એક એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું કે, “રાષ્ટ્રીય સુરક્ષાને જોતાં તમામ ભારતમાં કામ કરતાં મીડિયા સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને સૂચના આપવામાં આવે છે કે તેઓ મૂળ પાકિસ્તાનનાં હોય તેવાં તમામ ફિલ્મો, ગીતો, પોડકાસ્ટ અને અન્ય આઈડિયા કન્ટેન્ટ, પછી તે નિઃશુલ્ક ઉપલબ્ધ હોય કે સબ્સ્ક્રિપ્શન પર આધારિત, હટાવી લેવામાં આવે. 

    પહલગામના ઇસ્લામી આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન વિરુદ્ધ અનેક પગલાં લીધાં છે અને હવે તેમાં વધુ એકનો ઉમેરો થયો છે. 

    બીજી તરફ, ઑપરેશન સિંદૂર લૉન્ચ કરીને ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં અનેક આતંકવાદી ઠેકાણાં નિશાન બનાવ્યાં. ત્યારબાદ પાકિસ્તાને સરહદ પર અવળચંડાઈ કરવાનો પ્રયાસ કર્યો તો બીજા દિવસે ડ્રોન એટેક કરીને પાકિસ્તાનમાં અનેક ઠેકાણે એર ડિફેન્સ સિસ્ટમ નષ્ટ કરી દેવામાં આવી.