આજે દિલ્હી વિધાનસભા ચૂંટણી ઉપરાંત દેશમાં ઘણી બેઠકોની પેટાચૂંટણી (by-polls) માટે પણ મતદાન થઈ રહ્યું છે, જેમાંથી એક છે ઉત્તરપ્રદેશનું મિલ્કીપુર. મિલ્કીપુરમાં (Milkipur) મતદાનને લઈને સમાજવાદી પાર્ટીના વડા અખિલેશ યાદવે (Akhilesh Yadav) આરોપ લગાવ્યો હતો કે પોલીસ અધિકારીઓ મતદારોના આઈડી ચેક કરી રહ્યા છે. અયોધ્યા પોલીસે (Ayodhya Police) આરોપનો જવાબ આપીને તેમની ફેક્ટચેક પણ કરી દીધું છે.
X પર એક પોસ્ટમાં, અયોધ્યા પોલીસે જણાવ્યું હતું કે પોલીસ મતદારોના નહીં પણ ઉમેદવારના બૂથ એજન્ટના ઓળખપત્રો ચકાસી રહી છે. તેમણે કહ્યું, “ઉપરનો ફોટો એક બૂથ એજન્ટના ઓળખપત્રનો છે. ફોટામાં દેખાતી વ્યક્તિ એક ઉમેદવારનો બૂથ એજન્ટ છે, જેનું ઓળખપત્ર જોઈને પુષ્ટિ મળી છે. કૃપા કરીને ભ્રામક ટ્વીટ ન કરો.”

અખિલેશ યાદવે દાવો કર્યો હતો કે પોલીસ મતદારોના ઓળખપત્રોની તપાસ કરી રહી છે. X પર એક પોસ્ટમાં, યાદવે ચૂંટણી પંચને સંડોવાયેલા લોકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી.