Sunday, March 23, 2025
More

    રાણા સાંગા પર પાર્ટી સાંસદે કરેલી ટિપ્પણીઓના બચાવમાં કૂદી પડ્યા અખિલેશ યાદવ 

    રાણા સાંગા પર સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ રામજી લાલ સુમને જે આપત્તિજનક ટિપ્પણીઓ કેર હતી તેને પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે સમર્થન આપ્યું છે. 

    અખિલેશે કહ્યું, “ઇતિહાસનાં પાનાં બધા જ પલટી રહ્યા છે. ભાજપ કઈ બાબતની ચર્ચા કરી રહ્યા છે? તેઓ કઈ ચર્ચા શરૂ કરવા માંગે છે? ઔરંગઝેબની ચર્ચા કરવા માંગે છે. એટલે રામજી લાલ સુમનજીએ પણ કોઈ ઇતિહાસનું પાનું પલટાવી દીધું હોય, જે પાનાંમાં આવું કંઈ લખ્યું હશે. 100-200 વર્ષ પહેલાં ઇતિહાસ આપણે તો લખ્યો નથી. ઇતિહાસ કોણે લખ્યો છે? સમાજવાદી પાર્ટીની એ વિનંતી છે કે ઇતિહાસનાં પાનાં પલટવામાં ન આવે.”

    ઉલ્લેખનીય છે કે સપા સાંસદે રાજ્યસભામાં બોલતી વખતે ભાજપના નેતાઓ પર પ્રહાર કરવા જતાં રાણા સાંગા વિશે ટિપ્પણીઓ કરી દીધી હતી અને તેમને ‘ગદ્દાર’ ગણાવી દીધા હતા. 

    સપા સાંસદે કહ્યું કે, “એક તો ભાજપના લોકોનો તકિયા કલામ થઈ ગયો છે….કે મુસ્લિમોમાં બાબરનું DNA છે. હું એ જાણવા માંગું છું કે બાબરનું DNA શું મુસ્લિમોમાં છે? ભારતના મુસ્લિમો તો બાબરને આદર્શ માનતા નથી. તેઓ તો મોહમ્મદ સાહેબને આદર્શ માને છે. સૂફી સંતોને આદર્શ માને છે.” આગળ તેઓ કહે છે, “હું એ જાણવા માગું છું કે બાબરને લાવ્યો કોણ? બાબરને ઈબ્રાહિમ લોદીને હરાવવા માટે રાણા સાંગા લાવ્યા હતા. જો મુસલમાન બાબરની ઔલાદ હોય તો તમે ગદ્દાર રાણા સાંગાની ઔલાદો છો. આ હિન્દુસ્તાનમાં નક્કી થઈ જવું જોઈએ. તમે બાબરની ટીકા કરો છો, રાણા સાંગાની નથી કરતા.”