ખાલિસ્તાની આતંકવાદી (Khalistani terrorist) ગુરપતવંત સિંહ પન્નુ (Gurpatwant Singh Pannun) દ્વારા મહાકુંભને (MahaKumbh) લઈને આપવામાં આવેલી ધમકી પર અખિલ ભારતીય અખાડા પરિષદે (Akhil Bharatiya Akhara Parishad) પ્રતિક્રિયા આપી છે. કાઉન્સિલના પ્રમુખ મહંત રવિન્દ્ર પુરીએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, “અમે આવા પાગલોને બહુ ગંભીરતાથી લેતા નથી.”
તેમણે કહ્યું, “જો પન્નુ નામની વ્યક્તિ આપણા મહાકુંભમાં (Prayagraj MahaKumbh 2025) પ્રવેશવાની હિંમત કરશે તો તેને માર મારીને ભગાડી દેવામાં આવશે. આવા સેંકડો પાગલ આપણે જોયા છે. આ માઘ મેળો છે, જ્યાં શીખ અને હિંદુ બધા એક છે.”
"Lunatic": Top Religious Body Rejects Khalistani Terrorist Pannun's Threat To Maha Kumbhhttps://t.co/va2R9qrlxE pic.twitter.com/rHxytYc1Q2
— NDTV (@ndtv) December 26, 2024
તેમણે કહ્યું, “પન્નુએ અમને વિભાજિત કરવા માટે જે કહ્યું છે તે યોગ્ય નથી. વિભાજનને પ્રોત્સાહન આપવાના પન્નુના પ્રયાસો પાયાવિહોણા છે. હા, આપણા નાગા સાધુઓની જેમ શીખ સમુદાયમાં પણ સાધુઓ છે. આ બંને સરખા છે. આ સનાતનના સૈનિકો છે. અમે આ પાગલોને ગંભીરતાથી લેતા નથી.”
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ પન્નુએ એક વીડિયો જાહેર કરીને ધમકી આપી હતી કે કુંભસ્નાનની મુખ્ય તારીખો પર તે ખાલિસ્તાની આતંકવાદીઓના મોતનો બદલો લેશે જેમનું પીલીભીતમાં તાજેતરમાં એન્કાઉન્ટર થયું હતું.