તાજેતરના જ બહુજન સમાજ પાર્ટીના (BSP) પ્રમુખ માયાવતીએ આકાશ આનંદને પહેલાં તમામ જવાબદારીથી મૂક્યા કર્યા હતા અને ત્યારબાદ પાર્ટીમાંથી નિષ્કાસિત કરી દીધા હતા. તેને લઈને રાજકારણ પણ ગરમાયું છે. આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે જ રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના (RPI) પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલેએ આકાશ આનંદને RPIમાં સામેલ થવા માટેની ઓફર આપી છે.
દરમિયાન અઠાવલેએ કહ્યું કે, “જો તેઓ (આકાશ આનંદ) બાબાસાહેબ આંબેડકરના મિશનને આગળ લઈ જવા માંગે છે ટો તેમણે રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયામાં સામેલ થવું જોઈએ. જો તેઓ અમારી પાર્ટીમાં સામેલ થાય છે તો યુપીમાં રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાની તાકાત ખૂબ વધી જશે.”
નોંધવા જેવું છે કે, RPI એનડીએનો જ એક ભાગ છે અને મોદી સરકારમાં અઠાવલે સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયના રાજ્ય મંત્રી પણ છે. તેઓ મહારાષ્ટ્રથી રાજ્યસભા સાંસદ છે અને રિપબ્લિકન પાર્ટી ઑફ ઇન્ડિયાના (અઠાવલે) અધ્યક્ષ પણ છે.