Monday, November 4, 2024
More

    એર ઇન્ડિયાની શિકાગો જતી ફ્લાઇટને મળી બૉમ્બથી ઉડાવી દેવાની ધમકી, કેનેડા ડાયવર્ટ કરાઈ

    એર ઇન્ડિયાની શિકાગો જતી ફ્લાઇટમાં બૉમ્બ હોવાની ધમકી મળી છે. આ ફ્લાઇટ દિલ્હીથી શિકાગો જઈ રહી હતી. ધમકી મળ્યા બાદ તેને કેનેડાના એરપોર્ટ પર ડાયવર્ટ કરાઈ છે. એરલાઇન્સ સાથે જોડાયેલા એક અધિકારીએ આ અંગેની માહિતી આપી છે.

    અધિકારીએ જણાવ્યું હતું કે, ’15 ઑક્ટોબર, 2024ના રોજ એરક્રાફ્ટ AI 127એ દિલ્હીથી શિકાગો માટે ઉડાન ભરી હતી. જે બાદ સુરક્ષા સંબંધિત જોખમ જણાતા સાવચેતીના ભાગરૂપે તેને કેનેડાના ઈકાલુઈટ એરપોર્ટ તરફ ડાયવર્ડ કરવામાં આવી છે.

    એરલાઇન્સે એક નિવેદનમાં જણાવ્યું છે કે, “નિર્ધારિત સુરક્ષા પ્રોટોકોલ અનુસાર, વિમાન અને યાત્રિકોની ફરીથી તપાસ કરવામાં આવી રહી છે. એર ઇન્ડિયાએ યાત્રિકોની મદદ માટે એરપોર્ટ પર એજન્સીઓને સક્રિય કરી દીધી છે, જ્યાં સુધી તેમની યાત્રા ફરીથી શરૂ ન થાય ત્યાં સુધી તમામ મદદ થશે.”