Monday, July 14, 2025
More

    હોંગકોંગથી ભારત આવતી એર ઇન્ડિયાની ફ્લાઇટ ટેકનિકલ ખામીની આશંકાએ પરત ફરી

    હોંગકોંગથી ચીન આવતી એર ઇન્ડિયા બોઇંગ 737 ડ્રીમલાઇનર ફ્લાઇટ અધવચ્ચેથી હોંગકોંગ પરત ફરી હતી. કારણ ટેકનિકલ ખામી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. ફ્લાઇટ AI-315નું સંચાલન એર ઇન્ડિયા દ્વારા કરવામાં આવે છે. 

    ફ્લાઇટ હોંગકોંગથી ઉપાડીને દિલ્હી આવવા માટે રવાના થઈ હતી. દરમ્યાન થોડે સુધી ઉડાન ભર્યા બાદ પાયલટને ટેકનિકલ ખામી હોવાનું લાગતાં તેમણે હોંગકોંગ ATCનો સંપર્ક કરીને પરત ફરવા પરવાનગી માંગી હતી. 

    એક ઑડિયો પણ સોશિયલ મીડિયા પર સામે આવ્યો છે, જેમાં પાયલટ ATCને તેઓ આગળ વધવા ન માંગતા હોવાનું જણાવે છે. તેઓ કહે છે કે ટેકનિકલ કારણોસર તેમને હોંગકોંગની નજીક રહેવાની પરવાનગી આપવામાં આવે. ત્યારબાદ નિર્ણય કરવામાં આવ્યો કે ફ્લાઇટ હોંગકોંગ એરપોર્ટ પર જ પરત મોકલી દેવામાં આવે. 

    ત્યારબાદ ઉડાન ભર્યાના દોઢ કલાકમાં જ ફ્લાઇટ હોંગકોંગ એરપોર્ટ પર સુરક્ષિત પરત ફરી હતી. પછીથી ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું હોવાનું કહેવામાં આવે છે.