બાંગ્લાદેશમાં એરફોર્સ બેઝ (Bangladesh Air force Air Base Attacked) પર મોટો હુમલો કરવામાં આવ્યો છે. આ એરબેઝ કોક્સ બજારમાં આવેલું છે. આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયાના અહેવાલ છે. આ ઉપરાંત એક યુવકનું મોત થયું હોવાનું પણ સામે આવ્યું હતું. આ હુમલો 24 ફેબ્રુઆરીની સવારે સ્થાનિક સમય અનુસાર 11:30 વાગ્યે થયો હોવાનું કહેવાઈ રહ્યું છે.
બાંગ્લાદેશ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) અનુસાર, સોમવાર, 24 ફેબ્રુઆરીના રોજ, કેટલાક હુમલાખોરોએ કોક્સ બજારમાં બાંગ્લાદેશ એરફોર્સ (BAF) બેઝ પર અચાનક હુમલો કરી દીધો હતો. હુમલાખોરો સમિતિ પરા વિસ્તારના હતા.
#BreakingNews: बांग्लादेश में वायुसेना बेस पर हमला, एक की मौत..अज्ञात हमलावरों ने की फायरिंग#Bangladesh | @malhotra_malika pic.twitter.com/My9B007Zpn
— Zee News (@ZeeNews) February 24, 2025
અહેવાલ મુજબ, કોક્સ બજારના ડેપ્યુટી કમિશનર મોહમ્મદ સલાહુદ્દીને પુષ્ટિ આપી કે બપોરે સ્થાનિકો અને બીએએફના કર્મચારીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સલાહુદ્દીને વધુમાં જણાવ્યું હતું કે બંને પક્ષો સાથે વાતચીત કરીને અથડામણ પાછળના કારણોની તપાસ કરવામાં આવશે અને જરૂરી પગલાં લેવામાં આવશે.
પોલીસના જણાવ્યા અનુસાર, અથડામણ દરમિયાન શિહાબ કબીરને ગોળી વાગી હતી અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું. શિહાબ વોર્ડ નંબર 1 ના સમિતિ પરાના રહેવાસી અને સ્થાનિક વેપારી નાસિર ઉદ્દીનનો પુત્ર હતો.
અહેવાલો અનુસાર, પોલીસ કોઈને પણ ઘટનાસ્થળે જવાની મંજૂરી આપી રહી નથી. પોલીસે હજી સુધી સ્પષ્ટતા આપી નથી કે અથડામણ કેવી રીતે શરૂ થઈ અને હુમલો શા માટે કરવામાં આવ્યો. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે.