Thursday, May 15, 2025
More

    રાજધાનીમાં બેઠકોનો દોર યથાવત, નેવી ચીફ બાદ હવે એર ચીફ માર્શલ સાથે પીએમ મોદીએ કરી મીટિંગ

    પહલગામ આતંકવાદી હુમલા બાદ પાડોશી આતંકવાદી રાષ્ટ્ર પાકિસ્તાન સાથે ચાલતા તણાવ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સેનાઓના વડાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. રવિવારે (4 મે) તેમણે એર ચીફ માર્શલ એપી સિંઘ સાથે એક બેઠક કરી. વર્તમાન પરિસ્થિતિઓને જોતાં આ બેઠક અતિઅગત્યની માનવામાં આવે છે. 

    થોડા કલાક પહેલાં જ શનિવારે (3 મે) વડાપ્રધાને નેવી ચીફ એડમિરલ દિનેશ ત્રિપાઠી સાથે પોતાના નિવાસસ્થાને એક બેઠક કરી હતી. 

    સુરક્ષા કારણોસર આવી બેઠકોના એજન્ડા સાર્વજનિક કરવામાં આવતા નથી. 

    ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ વડાપ્રધાને રક્ષા મંત્રી, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, ચીફ ઑફ ડિફેન્સ સ્ટાફ અને તમામ સેનાઓના વડા સાથે એક ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી. ત્યારબાદ સરકારી સૂત્રો દ્વારા જાણકારી આપવામાં આવી હતી કે પીએમ મોદીએ સેનાઓ ઉપર સંપૂર્ણ વિશ્વાસ દાખવીને તેમને ટાર્ગેટ, મોડ અને ટાઇમ નક્કી કરવા માટે છૂટો દોર આપ્યો હતો. 

    હવે વડાપ્રધાન સેના પ્રમુખો સાથે વ્યક્તિગત બેઠકો કરી રહ્યા છે.