Wednesday, March 26, 2025
More

    જેણે કરી હતી નૂપુર શર્માને જાહેરમાં ફાંસી પર લટકાવવાની વાત, તે AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલ ઔરંગાબાદ પૂર્વથી હાર્યો: ભાજપ ઉમેદવારે ફરકાવ્યો ભગવો

    વર્ષ 2022માં પયગંબર મોહમ્મદ વિવાદને લઈને ભાજપના પૂર્વ પ્રવક્તા નૂપુર શર્માને (Nupur Sharma) સાર્વજનિક ફાંસી (Fansi) આપવાની માંગણી કરનાર AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલ (Imtiaz Jaleel) ઔરંગાબાદ પૂર્વની વિધાનસભા બેઠક (Aurangabad East) પર હારી ગયા છે.

    ઔરંગાબાદ પૂર્વ મતવિસ્તારમાં ભાજપ ઉમેદવાર અતુલ સાવેએ જલીલને ખૂબ ઓછા અંતરે હરાવી દીધા છે. ઔરંગાબાદનો આ પૂર્વ વિસ્તાર ઘણા લાંબા સમયથી AIMIM નેતા ઇમ્તિયાઝ જલીલનો ગઢ માનવામાં આવતો હતો. સાવેને 93,274 મત મળ્યા છે, જે જલીલ કરતાં 2,161 મત વધુ છે.

    આ સાથે જ મહારાષ્ટ્રમાં મહાયુતિ ગઠબંધનની ઐતિહાસિક વિજય બાદ આ પરિણામો સામે આવ્યા છે. 288 બેઠકો ધરાવતી મહારાષ્ટ્ર વિધાનસભામાં 231 બેઠકો જીતીને મહાયુતિએ ઇતિહાસ રચ્યો છે અને સત્તા પર વાપસી કરી છે.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, ઑલ્ટ ન્યૂઝના સહ-સંસ્થાપક મોહમ્મદ ઝુબૈરે નૂપુર શર્માનો અધૂરો વિડીયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મસ પર વાયરલ કરીને હિંસાને ભડકાવવાનું કામ કર્યું હતું. જે બાદ મોટી સંખ્યામાં ઇસ્લામી ટોળાંઓ રસ્તા પર આવી ગયા હતા ‘સર તન સે જુદા’ના નારા લગાવવા લાગ્યા હતા. એ જ અરસામાં ઇમ્તિયાઝ જલીલે ઔરંગાબાદમાં મુસ્લિમોને એકઠા કરીને ભાષણ આપ્યું હતું કે, “નૂપુર શર્માને રસ્તા પર લાવવામાં આવશે અને તેને ફાંસી પર લટકાવવામાં આવશે.”