પહલગામ આતંકી હુમલામાં જીવ ગુમાવનારા મેજર વિનય નરવાલના પત્નીનો ચહેરો મોર્ફ કરીને AIની મદદથી અશ્લીલ વિડીયો બનાવીને યુટ્યુબ પર અપલોડ કરવાના કેસમાં હરિયાણા પોલીસે મોટી કાર્યવાહી હાથ ધરી છે. ગુરુગ્રામ સાયબર પોલીસ સ્ટેશનની ટીમે બિહારના ગોપાલગંજ પોલીસની મદદથી માંઝા પોલીસ સ્ટેશન વિસ્તારના ધોબવલિયા ગામમાં દરોડા પાડીને મુસ્લિમ બાપ-બેટાની ધરપકડ કરી છે.
ધરપકડ કરાયેલા બાપ બેટાની ઓળખ પણ સામે આવી છે. જાણવા મળી રહ્યું છે કે, મોહિબુલ હક અને અને તેના પુત્ર ગુલાબ જિલાનીની ધરપકડ કરવામાં આવી છે. બંને પર આરોપ છે કે, તેમણે ‘S S REAL POINT’ નામની યુટ્યુબ ચેનલ પર વિરગતના પત્નીનો AIથી બનાવેલો અશ્લીલ વિડીયો અપલોડ કર્યો હતો. FIR બાદ હરિયાણા પોલીસ બંને આરોપીઓને બિહારથી પકડીને લઈને આવી હતી.
ધરપકડ બાદ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને કોર્ટમાંથી રિમાન્ડની પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પૂછપરછમાં એવું પણ સામે આવ્યું છે કે, આરોપીઓએ આ પહેલાં પણ આવા અનેક વિડીયો બનાવીને અનેક લોકોને ટાર્ગેટ કર્યાં છે.