Thursday, July 10, 2025
More

    બેકાબૂ થયેલા ગજરાજ હોય કે પરમિશન વગર ઉડતું ડ્રોન… રથયાત્રા દરમિયાન તંત્રની પૂર્વતૈયારીઓ દેખાઈ સફળ: તમામ પરિસ્થિતિઓ પર કાબુ મેળવી પ્રભુની નગરયાત્રાને રખાઈ સુરક્ષિત

    અમદાવાદની રથયાત્રા એ દુનિયાભરની બીજી સૌથી મોટી રથયાત્રા (Ahmedabad Rath Yatra) હોય છે. આ દરમિયાન અમદાવાદના એ સાંકળા રસ્તાઓ પર લાખોની સંખ્યામાં ભક્તોનું પૂર ઊભરાતું હોય છે. કોઈપણ તંત્ર માટે આ ભીડ અને કાર્યક્રમને કાબૂમાં રાખવો એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હોય છે. પરંતુ અમદાવાદ પોલીસ (Police) અને રથયાત્રાના વ્યવસ્થા તંત્રએ ફરી એકવાર પોતાનું સાતત્ય જાળવ્યું છે.

    આજે જ્યારે પ્રભુ જગન્નાથની રથયાત્રા પોતાના નિજમંદિરથી નીકળી હતી અને AMC ઓફિસ પાસે પહોંચવા આવી, તે દરમિયાના કાફલામાંના ગજરાજોમાંથી 3 બેકાબૂ બન્યા હતા અને આમ-તેમ ભાગવા માંડ્યા હતા. થોડીવાર માટે આખા વિસ્તારમાં તંગદિલી ફેલાઈ હતી. પરંતુ તંત્રએ આવી દરેક પરિસ્થિતિ માટે પૂર્વતૈયારીઓ કરી રાખી હતી, જેના કારણે માત્ર ગણતરીની મિનિટોમાં આ ગજરાજોને કાબૂ લેવાયા હતા અને રથયાત્રા હેમખેમ આગળ વધી હતી.

    આ સાથે જ અન્ય એક ઘટના પણ બનવા પામી હતી. રથયાત્રા માટેના જાહેરનામામાં આ દિવસોમાં આ વિસ્તાર ‘નો ડ્રોન ઝોન’ જાહેર કરાયો હતો. અને કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે અમદાવાદ પોલીસ એન્ટી ડ્રોન કોલર ગન (Anti Drone Killer Gun) સાથે સજ્જ હતી. પરંતુ કોઈ કારણસર રથયાત્રા દરમિયાન રૂટ પરના આકાશમાં એક ડ્રોન ઉડતું દેખાતા પોલીસે તેને એન્ટી ડ્રોન ગનથી તોડી પાડ્યું હતું.

    આમાં અમદાવાદ પોલીસ હોય કે વહીવટી તંત્ર, તમામે આ રથયાત્રા ઉત્સવ દરમિયાન દરેક પરિસ્થિતિને પહોંચી વળવાની પૂર્વતૈયારીઓ આકરી રકાહી છે, અને આ બે કિસ્સો દ્વારા એ તૈયારીઓનું ટેસ્ટિંગ પણ થઈ ચૂક્યું છે.