Sunday, July 13, 2025
More

    મુખ્યમંત્રીએ સોનાના સાવરણાથી રસ્તો કર્યો સાફ અને શરૂ થઈ ભગવાન જગન્નાથની નગરયાત્રા: રથયાત્રામાં ઑપરેશન સિંદૂર, બ્રહ્મોસ મિસાઇલ થીમના ટ્રક્સ બન્યા આકર્ષણનું કેન્દ્ર

    આજે અમદાવાદમાં ભગવાન જગન્નાથની 148મી રથયાત્રા (Ahmedabad Rath Yatra 2025) નીકળી છે. વહેલી સવારે ગૃહમંત્રી અમિત શાહે પરિવાર સાથે જમાલપુરના જગન્નાથ મંદિરમાં મંગળા આરતી કરી હતી. જે બાદ તેમની આંખેથી પાટા ખોલવામાં આવ્યા હતા અને વિશિષ્ટ ખીચડાનો ભોગ લગાવવામાં આવ્યો હતો.

    બાદમાં રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પહિંદ વિધિમાં સોનાના સાવરણાથી ભગવાનનો રસ્તો સાફ કર્યો અને બાદમાં પ્રભુની નગરયાત્રા શરૂ થઈ.

    નોંધનીય છે કે આ રથયાત્રામાં ઑપરેશન સિંદૂર અને બ્રહ્મોસ મિસાઈલ સમેત અનેક થીમના ટ્રક આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. ભગવાન જગન્નાથની રથયાત્રા દરમિયાન સરસપુરમાં જ્યાં રથ ઊભા રહે તે રસ્તા પર પાણી છાંટી ઠંડા કરવાની પ્રથા છે.  આ કાર્ય મોટા ભાગે મહિલાઓ દ્વારા કરવામાં આવે છ. પ્રભુને ઠંડક મળે અને આખું વર્ષ બાળકો નિરોગી રહે તેવી માન્યતા છે.