Saturday, July 12, 2025
More

    પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું DNA થયું મેચ, મૃતદેહની થઈ ઓળખ: રાજકોટમાં કરાશે અંતિમ સંસ્કાર

    અમદાવાદ પ્લેન બ્લાસ્ટને (Ahmedabad plane crash) આજે 3 દિવસ થઈ ચૂક્યા છે. જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી (Vijay Rupani) પણ મોતને ભેટ્યા હતા. પરંતુ આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે હજુ પણ મૃતદેહોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. જે માટે DNA ટેસ્ટિંગ અને મેચિંગનો (DNA testing and matching) પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

    તાજી જાણકારી મુજબ થોડી જ વાર પહેલા આખરે રૂપાણી પરિવારના સભ્યનું DNA એક મૃતદેહ સાથે મેચ થયું છે અને તેમના મૃતદેહની ઓળખ થઈ ચૂકી છે. હવે આ મૃતદેહ તેમના પરિવાને સોંપવાની પ્રક્રિયા કરવામાં આવશે. હર્ષ સંઘવીએ કરી સત્તાવાર જાહેરાત.

    પહેલા આ મૃતદેશને રૂપાણીના ગાંધીનગર સ્થિત નિવાસ સ્થાને લઈ જવાશે, જ્યાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના નેતાઓ હાજર છે. બાદમાં મૃતદેહને રાજકોટ લઈ જવાશે, જ્યાં તેમનો અંતિમ સંસ્કાર કરવામાં આવશે.