Thursday, July 10, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના: 86 DNA મેચ, પીડિતોની ઓળખ કરવાની કાર્યવાહી સતત ચાલુ- હર્ષ સંઘવી

    અમદાવાદ પ્લેન ક્રેશની દુર્ઘટનાને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, હમણાં સુધીમાં 86 DNA મેચ થઈ ચૂક્યા છે. તે સિવાય પીડિતોની ઓળખ કરવાની પ્રક્રિયા સતત ચાલી રહી હોવાનું સામે આવ્યું છે.

    ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પોસ્ટ કરીને જણાવ્યું છે કે, 15 જૂનના રોજ સાંજના 6 વાગ્યા સુધીમાં 86 DNA મેચ થયા છે. તેમણે વિવરણ આપતા કહ્યું હતું કે, કાલે રાત્રે 9 વાગ્યા સુધીમાં 19 DNA મેચ થયા હતા. જે બાદ 15 જૂને બપોરના 1 વાગ્યા સુધીમાં 42 DNA મેચ થયા હતા અને સાંજે 6 વાગ્યા સુધીમાં 86 મેચ થયા હતા.

    તેમણે એવું પણ કહ્યું છે કે, પીડિતોની ઓળખ કરવા માટે સતત કાર્યવાહી ચાલી રહી છે. તેમણે પીડિત પરિવારો પ્રત્યે સંવેદના પણ વ્યક્ત કરી છે.