તારીખ 12 જૂન 2025ના રોજ અમદાવાદમાં પ્લેન ક્રેશની (Plane crash) ગોઝારી દુર્ઘટના બનવા પામી હતી. જેમાં પ્લેનમાં સવાર 242માંથી 241 અને ઘટનાસ્થળના 34 જેટલા મળીને કુલ 275 લોકોના મૃત્યુ થયા હતા. જે પછી ટાટા ગ્રુપે પીડિત પરિવારોને ₹1 કરોડ તથા એર ઈન્ડિયાએ ₹25 લાખની આર્થીક સહાય આપવાની જાહેરાત કરી હતી. ત્યારે જાહેરાત કરાયેલ સહાયની રકમ પીડિત પરિવારોને આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.
પ્લેન ક્રેશના મૃતકો-ઇજાગ્રસ્તોનાં પરિજનોને સહાય આપવાનું શરૂ : હોટલ તાજના ત્રીજા માળે હેલ્પ ડેસ્ક, ડેથ સર્ટિ. સહિત આ ડોક્યુમેન્ટ્સ આપવા પડશે, 3ને સહાય ચૂકવાઈhttps://t.co/4rjnhs8FAx#Gujarat #Ahmedabad #AirIndia #FlightCrash pic.twitter.com/suEXSxhtF5
— Divya Bhaskar (@Divya_Bhaskar) June 25, 2025
પીડિત પરિવારોને ઝડપથી સહાય મળી રહે તે માટે અમદાવાદના સિંધુ ભવન રોડ ખાતે આવેલી તાજ હોટલના ત્રીજા માળે ફેસિલિટેશન સેન્ટર (સુવિધા કેન્દ્ર) શરૂ કરવામાં આવ્યું છે. પ્લેન ક્રેશમાં મૃત્યુ અને ઈજા પામેલા પીડિતોના પરિજનોને અહિયાં બોલાવવામાં આવી રહ્યા છે. જેથી વળતર આપવાની પ્રક્રિયા ઝડપથી પૂરી થઇ શકે. તાજ હોટેલમાં શરૂ કરાયેલા આ સુવિધા કેન્દ્રમાં પીડત પરિવારે પીડિતની ઓળખ માટે ડેથ સર્ટિફિકેટ, આધાર કાર્ડ, DNA રિપોર્ટ સહિતના જરૂરી ડોક્યુમેન્ટ બતાવી ઓળખની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે જે પછી 3-4 દિવસની અંદર પીડિતને તેમના વળતરની રકમ ચૂકવી દેવામાં આવશે.
આ અંગે એર ઇન્ડિયાએ જણાવ્યું હતું કે, “20 જૂનથી વળતર આપવાની શરૂઆત થઇ હતી. જેમાં અત્યાર સુધીમાં ત્રણ પરિવારોને વળતર આપાઈ ચૂક્યું છે. જયારે બાકીના દાવાઓ પર પ્રક્રિયા ચાલી રહી છે.”