Tuesday, July 15, 2025
More

    અમદાવાદ પ્લેન દુર્ઘટનામાં બધુ બળીને થયું ભસ્મ, પણ શ્રીમદ્ ભગવદ્ ગીતાને ન આવી આંચ: વિડીયો વાયરલ

    અમદાવાદ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) દુર્ઘટનાને લઈને એનેક ફોટા અને વિડીયો સામે આવ્યા છે. જેમાં પ્લેન ક્રેશ થવાથી લઈને ઇમારતોમાં નુકસાન સુધીના દ્રશ્યો જોવા મળ્યા છે. પરંતુ તે વચ્ચે એક વિડીયો (Video) એવો પણ વાયરલ થયો છે, જેને લઈને સોશિયલ મીડિયા પર હાલ ચર્ચા ચાલી રહી છે. વિડીયોમાં જોઈ શકાય છે કે, પ્લેન ક્રેશમાં ભગવદ્ ગીતાનું (Bhagavad Gita) પવિત્ર પુસ્તક મળી આવે છે અને મહત્વની વાત એ છે કે, તે સુરક્ષિત મળી આવે છે. 

    12 જૂનના રોજ અમદાવાદ પ્લેન ક્રેશની ઘટનાના કાટમાળમાં પવિત્ર પુસ્તક શ્રીમદ્ ભગવદ્ ગીતા પણ કાટમાળમાં મળી આવ્યું હતું. પુસ્તકને પ્લેનમાં બેસેલા કોઈ યાત્રીએ પોતાની સાથે યાત્રા દરમિયાન રાખ્યું હતું. જોકે, દુર્ઘટના સમયે પ્લેનમાં રહેલી બધી જ વસ્તુઓ બળીને ભસ્મ થઈ ગઈ હતી, પરંતુ ભગવદ્ ગીતાને આંચ પણ આવી ન હતી. સોશિયલ મીડિયા પર તેનો વિડીયો પણ વાયરલ થયો છે. 

    નોંધનીય છે કે, 12 જૂનના રોજ બપોરના સમયે અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ ક્રેશ થઈ હતી. આ ઘટનાને લઈને મોટી જાનહાનિ નોંધાઈ છે. આ ઉપરાંત સતત રેસ્ક્યુ ઑપરેશન પણ શરૂ કરી દેવામાં આવ્યા હતા. હમણાં સુધીમાં 241 લોકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે. વધુમાં 272 પોસ્ટમોર્ટમ થયા હોવાનું પણ કહેવાય રહ્યું છે.