Tuesday, July 15, 2025
More

    અમદાવાદ પ્લેન ક્રેશના કારણો જણાવા અમેરિકા મોકવાઈ શકે છે વિમાનનું ‘ક્ષતિગ્રસ્ત બ્લેક બોક્ષ’: USમાં ડેટા રિકવરી બાદ રહસ્યો પરથી ઉઠશે પડદો

    અમદાવાદમાં એર ઇન્ડિયા ફ્લાઇટ 171ના ક્રેશ (Ahmedabad Plane Crash) થયેલા કાટમાળમાંથી પ્લેનનું બ્લેક બોક્સ (Black Box) મળી આવ્યું છે, પરંતુ તે અકસ્માત દરમિયાન ક્ષતિગ્રસ્ત થયું હોવાથી ખરાબ સ્થિતિમાં છે. ભારતમાં તેમાંથી જરૂરી માહિતી રિકવર કરવી શક્ય ન હોવાથી અને અધિકારીઓએ સંકેત આપ્યો છે કે તેને અત્યાધુનિક વિશ્લેષણ માટે યુએસ અથવા ફ્રાન્સ પણ મોકલી શકવામાં આવે છે.

    અહેવાલો અનુસાર, ભારતીય ઉડ્ડયન અધિકારીઓ યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (NTSB) અને વિમાન ઉત્પાદક બોઇંગ (Boeing) જેવી એજન્સીઓ સાથે સહયોગ કરી રહ્યા છે. બ્લેક બોક્સનો ડેટા પુનઃપ્રાપ્ત કરવા માટે યુએસ પાસે વિશ્વની કેટલીક સૌથી અત્યાધુનિક પ્રયોગશાળાઓ છે, ખાસ કરીને એવા કિસ્સાઓમાં જ્યાં તેને ખરાબ રીતે નુકસાન થયું હોય.

    આ માહિતી અતિશય મહત્વપૂર્ણ હોય છે. કેમ કે CVR કોકપીટમાં સાંભળેલી દરેક વસ્તુ – પાઇલોટ્સ વચ્ચેની વાતચીત, એલાર્મ અને એન્જિનનો અવાજ – રેકોર્ડ કરે છે. FDR વિમાનની સ્થિતિ – ગતિ, ઊંચાઈ, એન્જિન પ્રદર્શન વગેરેને ટ્રેક કરે છે. સંયુક્ત રીતે, તેઓ તપાસકર્તાઓને ક્રેશની અંતિમ ક્ષણોમાં ખરેખર શું થયું તે નક્કી કરવામાં મદદ કરી શકે છે.

    ભારતીય અધિકારીઓ અહીં ડેટા મેળવવા માટે પ્રારંભિક પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ જો તે સફળ ન થાય, તો બ્લેક બોક્સ વિદેશ મોકલવામાં આવશે તેવી શક્યતા છે. આ માહિતી એ નક્કી કરવા માટે જરૂરી છે કે શું વિમાન કોઈ ટેકનિકલ ખામીથી કે કોઈ માનવ ભૂલથી ક્રેશ થયું હતું. કે પછી એમાં અન્ય કોઈ કારણસર જોડાયેલું છે.