Monday, July 14, 2025
More

    169 ભારતીયો સહિત કુલ 242 યાત્રીઓ હતા સવાર: એર ઇન્ડિયાએ કરી પુષ્ટિ, ઘાયલો સારવાર હેઠળ

    અમદાવાદમાં થયેલ પ્લેન ક્રેશ (Ahmedabad Plane Crash) મામલે એર ઇન્ડિયાનું સત્તાવાર નિવેદન (Air India Official Statement) બહાર આવ્યું છે. એર ઇન્ડિયાએ વિમાનમાં સવાર પેસેન્જર અંગેની માહિતી સોશિયલ મીડિયા માધ્યમથી શેર કરી છે. વિમાનમાં કુલ 242 યાત્રીઓ સવાર હતા, જેમાં પાયલટ અને ક્રુ મેમ્બર્સનો પણ સમાવેશ થાય છે.

    એર ઇન્ડિયાએ પોસ્ટ કરતા લખ્યું હતું કે, “એર ઇન્ડિયાએ પુષ્ટિ આપી છે કે અમદાવાદથી લંડન ગેટવિક જતી ફ્લાઇટ AI171 આજે ટેકઓફ પછી અકસ્માતનો ભોગ બની હતી.”

    વધુમાં લખ્યું હતું કે, “અમદાવાદથી બપોરે 13:38 વાગ્યે ઉપડેલી આ ફ્લાઇટમાં 242 મુસાફરો અને ક્રૂ સભ્યો હતા. આમાંથી 169 ભારતીય નાગરિકો, 53 બ્રિટિશ નાગરિકો, 1 કેનેડિયન નાગરિક અને 7 પોર્ટુગીઝ નાગરિકો છે.”

    એર ઇન્ડિયાના સત્તાવાર નિવેદન અનુસાર ઘાયલોને નજીકની હોસ્પિટલોમાં લઈ જવામાં આવી રહ્યા છે. આ સિવાય એક પેસેન્જર હોટલાઇન નંબર 1800 5691 444 પણ બહાર પાડ્યો છે. પોસ્ટમાં વધુમાં લખ્યું હતું કે, “એર ઇન્ડિયા આ ઘટનાની તપાસ કરી રહેલા અધિકારીઓને સંપૂર્ણ સહયોગ આપી રહી છે.”