અમદાવાદથી એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. છેલ્લી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં મકતમપુરા વોર્ડમાંથી AIMIMના મહમદ ઝુબેર પઠાણ જીતીને કોર્પોરેટર (Councillor) બન્યા હતા. પણ હવે AMCના નિયમ મુજબ તેઓએ પોતાનું પદ છોડવાનો વારો આવી શકે છે. જેનું કારણ બનશે તેમનું ત્રીજું બાળક.
AMC councillor Zubair Pathan likely to be disqualified over birth of third childhttps://t.co/KB0qWmqwA9
— DeshGujarat (@DeshGujarat) March 19, 2025
AMCનો નિયમ છે કે જેમને 2થી વધુ બાળકો હોય તેઓ કોર્પોરેશનની ચૂંટણી લડી નથી શકતા. સાથે જ જો કોઈ ચાલુ કોર્પોરેટરને ત્યાં પણ ત્રીજું બાળક થાય તો તેમણે પોતાનું પદ છોડવું પડે છે.
2021ની ચૂંટણીમાં જ્યારે મહમદ ઝુબેર પઠાણે ઉમેદવારી નોંધાવી હતી ત્યારે તેઓએ બે બાળકો હતા. જે બાદ તેઓ AIMIMની ટિકિટ પર ચૂંટણી લડીને જીતીને કોર્પોરેટર બન્યા હતા. હવે જ્યારે તેમના ઘરે ત્રીજા બાળકનો જન્મ થયો છે તો નિયમ મુજબ તેમણે પોતાનું પદ છોડવું પડી શકે છે.