Sunday, April 13, 2025
More

    બાબરી વિધ્વંસ બાદ નરોડામાં થયેલા રમખાણોને લઈને 4 હિંદુઓ પર ચાલ્યો હતો કેસ, હવે તમામ નિર્દોષ જાહેર: કોર્ટે કહ્યું – નથી કોઈ પુરાવા

    અમદાવાદની (Ahmedabad) એક સેશન્સ કોર્ટે (Court) તાજેતરમાં બાબરી વિધ્વંસ બાદ નરોડામાં થયેલા રમખાણો (Naroda Violence) મામલે આરોપી ગણાતા 4 હિંદુઓને દોષમુક્ત જાહેર કર્યા છે. તેમના પર આગચંપી અને રમખાણોનો આરોપ લગાવવામાં આવ્યો હતો. એડિશનલ સેશન્સ જજ વીબી રાજપૂતે જણાવ્યું હતું કે, કોઈ પુરાવા સામે આવ્યા નથી.

    તેમણે વધુમાં કહ્યું કે, “આ કોર્ટ સમક્ષ સીસીટીવી ફૂટેજ અથવા કોઈ પ્રત્યક્ષદર્શી સહિત કોઈ પુરાવા રજૂ કરવામાં આવ્યા નથી, જે આરોપીઓને તે ગુના સાથે જોડી શકે.” પોલીસે આ મામલે 10 જાન્યુઆરી, 1993ના રોજ બે FIR નોંધી હતી. જે બાદ નરોડા કબ્રસ્તાન પાસે હિંસા ફેલાવવા બદલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

    ધરપકડ કરાયેલા લોકોમાં કૌશિક પટેલ, સમીર પટેલ, ચંદ્રકાંત વાળંદ અને ભગવાન પટેલ પર કેસ ચલાવવામાં આવ્યો હતો. કેસ દરમિયાન પૂરતા પુરાવા અને સાક્ષીઓ ન મળતા કોર્ટે ત્રણેય હિંદુ વ્યક્તિઓને નિર્દોષ જાહેર કર્યા છે અને તેમને દોષમુક્ત જાહેર કર્યા છે. બાબરી વિધ્વંસ પછી દેશભરમાં અને ખાસ કરીને ગુજરાતમાં મુસ્લિમ ટોળાંઓએ ઉત્પાત મચાવ્યો હતો.