Sunday, June 22, 2025
More

    UP પોલીસ ભરતીમાં અગ્નિવીરોને મળશે 20% અનામત, યોગી સરકારનો નિર્ણય: વય મર્યાદામાં 3 વર્ષની છૂટ, આ પહેલા CAPFમાં પણ અનામતની થઈ ચૂકી છે જાહેરાત

    ઉત્તર પ્રદેશની યોગી સરકારે (UP Yogi Government) અગ્નિવીરોના (Agniveer) હિતમાં એક મોટો નિર્ણય લીધો છે. ઉત્તર પ્રદેશમાં, અગ્નિવીરોને હવે પોલીસ અને પીએસી ભરતીમાં 20% જગ્યાઓ માટે અનામત મળશે. સીએમ યોગી આદિત્યનાથની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે.

    યોગી સરકાર અગ્નિવીરોને 20% અનામત આપશે તેમજ ભરતીમાં 3 વર્ષની છૂટછાટ પણ આપશે. આ ઉપરાંત, અરજદારે સેનામાં સેવા આપી હોય તેટલા વર્ષોની છૂટ પણ આપવામાં આવશે. યોગી સરકારે મંગળવાર, 3 જૂન 2025ના રોજ આ નિર્ણય લીધો છે.

    કેન્દ્ર સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજના (Agnipath Scheme) શરૂ કરી હતી. આ હેઠળ, સેનામાં ચાર વર્ષની સેવા પછી 25% અગ્નિવીરોને કાયમી કરવાના છે. પ્રથમ બેચ 2026માં બહાર આવવાની છે. આગામી ઉત્તર પ્રદેશ પોલીસ ભરતીમાં તેમને પણ આનો લાભ મળશે.

    આ પહેલા અર્ધલશ્કરી દળોએ પણ આ અગ્નિવીરોને અનામત આપવાની જાહેરાત કરી છે.