Wednesday, February 5, 2025
More

    શિયા ઇસ્માઇલી મુસલમાનોના આધ્યાત્મિક નેતા અને પદ્મ વિભૂષણ આગા ખાનનું અવસાન

    આગા ખાન (Aga Khan), જે વિશ્વભરના લાખો શિયા ઇસ્માઇલી મુસ્લિમોના (Shia Ismaili Muslim) આધ્યાત્મિક નેતા અને સમાજસેવી તરીકે ઉભરી આવ્યા હતા, તેમનું મંગળવારે લિસ્બનમાં શાંતિપૂર્ણ અવસાન થયું હતું. આગા ખાન ડેવલપમેન્ટ નેટવર્કની (AKDN) સત્તાવાર વેબસાઇટે આ જાહેરાત કરી.

    AKDN અનુસાર, પ્રિન્સ કરીમ અલ-હુસેની, આગા ખાન IV, શિયા ઇસ્માઇલી મુસ્લિમોના 49મા વારસાગત ઇમામ (આધ્યાત્મિક નેતા/Imam) હતા, જેમણે વિશ્વભરની સૌથી કમજોર વસ્તીના જીવનની ગુણવત્તા સુધારવા માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું.

    2015માં નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત એક નાગરિક સન્માન સમારોહ દરમિયાન ખાનને ભારતના બીજા ક્રમના સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર પદ્મ વિભૂષણથી (Padma Vibhushan) નવાજવામાં આવ્યા હતા.