ટેસ્લા, સ્પેસએક્સ અને એક્સના (Tesla, SpaceX, X) માલિક ઈલોન મસ્ક (Elon Musk) હવે વિશ્વની સૌથી મોટી એઆઈ કંપની, ઓપનએઆઈ પર નજર રાખી રહ્યા છે. તેમના નેતૃત્વ હેઠળના એક જૂથે OpenAIને $97 બિલિયનમાં (લગભગ ₹8.5 લાખ કરોડ) ખરીદવાની ઓફર કરી છે. મસ્કના જૂથમાં ઘણા મોટા નામોનો સમાવેશ થાય છે. મસ્કના વકીલે આ ઓફર OpenAI બોર્ડને આપી છે.
no thank you but we will buy twitter for $9.74 billion if you want
— Sam Altman (@sama) February 10, 2025
ઓપનએઆઈના સીઈઓ સેમ ઓલ્ટમેન (Sam Altman) દ્વારા મસ્કની ઓફરને નકારી કાઢવામાં આવી છે. તેમણે બદલામાં અગાઉનું ટ્વિટર (X) ખરીદવાની ઓફર કરી છે. સેમે ટ્વિટર પર લખ્યું, “ના આભાર, પણ જો તમે ઈચ્છો તો, અમે ટ્વિટરને $9.74 (₹88 હજાર કરોડ) બિલિયનમાં ખરીદીશું.”
ઓપનએઆઈ હાલમાં એક નોન-પ્રોફિટ કંપની છે. જોકે, ઓલ્ટમેન હવે તેને નફાકારક બનાવવા માંગે છે. મસ્કે સતત આ કંપની પર નિયમો તોડવાનો આરોપ લગાવ્યો છે.