તિબેટ બાદ હવે જાપાનમાં ભૂકંપ આવ્યો હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. જાણવા મળી રહ્યું છે કે, જાપાનના ક્યૂશુ ટાપુ પર ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભારે ભયનો માહોલ સવાયો હતો. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 6.9 માપવામાં આવી છે. ભૂકંપ બાદ જાપાનના તટીય વિસ્તારોમાં સુનામીની ચેતવણી પણ આપવામાં આવી છે. હાલ સમગ્ર મામલે જાપાની સરકાર કાર્યવાહી કરી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે.
જાપાનની એજન્સીઓ અનુસાર, ભૂકંપનું કેન્દ્રબિંદુ ક્યૂશુમાં જ હતું. જેથી આસપાસના વિસ્તારોમાં સુનામીનું એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધવા જેવું છે કે, જાપાનમાં અનેક વખત આવા ભૂકંપો આવી ચૂક્યા છે, જેથી અહીંનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ભૂકંપ સામે ટકી શકે તે જ રીતે બનાવવામાં આવી રહ્યું છે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ અગાઉ તિબેટમાં પણ ભયાનક ભૂકંપ આવ્યો હતો. ભૂકંપના કારણે તિબેટમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ભૂકંપની તીવ્રતા એટલી વધારે હતી કે, ઉત્તર ભારતના પણ કેટલાક રાજ્યોમાં આંચકા અનુભવાયા હતા. તે સિવાય નેપાળ અને ચીનમાં પણ તેની અસર થઈ હોવાનું સામે આવ્યું હતું.