ચીની મુખપત્ર ‘ગ્લોબલ ટાઈમ્સ’નું X એકાઉન્ટ ભારતમાં બ્લૉક કરાયા બાદ હવે તૂર્કીશ બ્રૉડકાસ્ટરનો પણ વારો આવી ગયો છે. ભારત સરકારે તૂર્કીશ મુખપત્ર ‘TRT-વર્લ્ડ’ને પણ તાળાં લગાવી દીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર તેનું એકાઉન્ટ બ્લૉક જોવા મળી રહ્યું છે. ચીની મુખપત્રની જેમ આ મુખપત્ર પણ ભારતવિરોધી પ્રોપગેન્ડા ચલાવતું હતું.
The 'X' account of Turkish broadcaster 'TRT World' withheld in India. pic.twitter.com/in72SVkubD
— ANI (@ANI) May 14, 2025
આ કાર્યવાહી ભારત-પાકિસ્તાન વચ્ચે ચાલી રહેલા તણાવને લઈને દેશની સુરક્ષાને ધ્યાને રાખીને કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. આ સાથે જ ખોટા પ્રચારને અટકાવવા માટે પણ આ પગલું ભરવામાં આવ્યું છે. આ પહેલાં ચીનના સરકારી પ્રોપગેન્ડા અખબાર ‘ગ્લોબલ ટાઈમ્સ’નું હેન્ડલ પણ બ્લૉક કરાયું હતું.
અહેવાલો અનુસાર, TRT વર્લ્ડ અને ગ્લોબલ ટાઈમ્સ પર ભારત વિરુદ્ધ ભ્રામક અને ભડકાઉ સામગ્રી ફેલાવવાનો આરોપ છે. પાકિસ્તાન સમર્થક આ દેશોના ન્યૂઝ પોર્ટલ પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા ભારતના ઑપરેશન સિંદૂર સાથે જોડાયેલા ખોટા સમાચાર પણ ચલાવી ચૂક્યા છે.