દિલ્હી વિધાનસભામાં ભાજપને જંગી બહુમતી મળી છે. 27 વર્ષ બાદ ભાજપે રાજધાનીમાં પોતાની સરકાર બનાવવા માટે ડગ માંડી દીધા છે. તેવામાં જમીયત-ઉલેમા-એ- હિન્દના અધ્યક્ષ મહમૂદ મદનીએ પણ દિલ્હીમાં ભાજપની જીતને લઈને નિવેદન આપ્યું છે. તેમણે મુસલમાનોને હિંમત રાખવાની સલાહ પણ આપી છે.
તેમણે કહ્યું હતું કે, “ખદશાત (આશંકાઓ) ઔર ઉમ્મીદે જિંદગી કે સાથ હૈ, મુસલમાનો કો હોંસલા રખના ચાહીયે. હાલાત માફીક (પક્ષ) મેં હો તો નાચને કી જરૂરત નહીં ઔર ખિલાફ હો તો અફસૂરદા (ગમગીન) હોને કી જરૂરત નહીં હૈ. પહાડ હો યા દરિયા હમારા રાસ્તા નહીં રોક સકતે.”
આ સાથે જ તેમણે દિલ્હીના મુસ્તફાબાદના નામને બદલવાને લઈને પણ નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, “નામ તો દેવબંદનું પણ બદલી રહ્યા હતા અને બદલે તોપણ શું છે? બસ કામ સારૂ થવું જોઈએ.” તેમણે એવું પણ કહ્યું છે કે, “કોઈ કોમની સુપ્રીમસી ડેવલપ કરવામાં આવે તે મંજૂર નથી.”