Monday, March 17, 2025
More

    ‘મુસલમાનો આનો ચહેરો ઓળખી લો, આ જ માસ્ટરમાઈન્ડ છે..’ સંભલ કેસમાં હિંદુ પક્ષના વકીલ વિષ્ણુ શંકર જૈનને મળી ધમકી

    સંભલની (Sambhal) જામા મસ્જિદ પહેલાં હરિહર મંદિર હોવાનો દાવો કરતી અરજી ચંદૌલી સ્થિત સિવિલ જજ સિનિયર ડિવિઝનની કોર્ટમાં રજૂ કરનારા સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ વકીલ વિષ્ણુ શંકર જૈનને (Advocate Vishnu Shankar Jain) ધમકી (Threat) મળી હોવાનું સામે આવ્યું છે. હિંદુ પક્ષના વકીલને ધમકીમાં ‘માસ્ટરમાઈન્ડ’ ગણાવવામાં આવ્યા છે અને તેમના નામ પર મુસ્લિમોને ભડકાવવામાં પણ આવ્યા છે.

    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પરના એક હેન્ડલ પર વિષ્ણુ શંકર જૈનને સંભલ હિંસાના માસ્ટરમાઈન્ડ ગણાવીને ધમકી આપવામાં આવી છે. જે બાદ વિષ્ણુ શંકર જૈને સંભલ જિલ્લાના સાયબર પોલીસ સ્ટેશનમાં X પ્લેટફોર્મ પર ધમકીવાળી પોસ્ટ કરનાર હેન્ડન @nidhijhabihar વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે.

    X પ્લેટફોર્મ પર @nidhijhabihar હેન્ડલ દ્વારા કરવામાં આવેલી પોસ્ટમાં વિષ્ણુ શંકર જૈનને ‘માસ્ટરમાઈન્ડ’ ગણાવવામાં આવ્યા છે. એક્સ હેન્ડલે વિષ્ણુ શંકર જૈનના ફોટા સાથે પોસ્ટ કરીને લખ્યું છે કે, “મુસલમાનો આનો ચહેરો ઓળખી લો.. રમખાણોના માસ્ટરમાઈન્ડ.. રમખાણોનો માસ્ટરમાઈન્ડ છે આ.”

    ધમકીભરી આ પોસ્ટ સામે આવ્યા બાદ જ વકીલે તરત જ પોલીસને જાણ કરી હેટ. સાયબર પોલીસ સ્ટેશને અજ્ઞાત શખ્સ વિરુદ્ધ BNSની કલમ 352, 351(2) હેઠળ ગુનો નોંધ્યો છે અને કાર્યવાહી હાથ ધરી છે.