Friday, March 14, 2025
More

    ‘કોવિશિલ્ડ’ના અદાર પૂનાવાલાએ કરણ જોહરના ધર્મા પ્રોડક્શનમાં 50% ભાગ માટે કર્યું ₹1000 કરોડનું રોકાણ

    કોરોના સમયગાળા (Corona) દરમિયાન કોવિશિલ્ડ વેક્સીન (Covishield vaccine) બનાવવા માટે ચર્ચામાં આવેલા અદાર પૂનાવાલાએ (Adar Poonawalla) ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી છે. અહેવાલ છે કે સીરમ સંસ્થાના (Serum Institute) માલિક અદાર પૂનાવાલાએ તાજેતરમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શનને ₹1000 કરોડ આપ્યા છે. આ કિંમત પ્રોડક્શન કંપનીમાં 50 ટકા હિસ્સા માટે છે. કંપનીનું વેલ્યુએશન ₹2000 કરોડ નક્કી કરવામાં આવી હતી.

    ઉલ્લેખનીય છે કે આ વ્યૂહાત્મક ભાગીદારીનો મુખ્ય ઉદ્દેશ્ય ડિજિટલ પ્લેટફોર્મ પર કન્ટેન્ટનો વિસ્તાર કરવાનો છે. આ ભાગીદારી પછી પણ કરણ જોહર ધર્મા પ્રોડક્શનના (Dharma Production) એક્ઝિક્યુટિવ ચેરમેન તરીકે ચાલુ રહેશે.

    કરણ જોહર (Karan Johar) છેલ્લા કેટલાક મહિનાઓથી ધર્મા પ્રોડક્શન માટે રોકાણકારોની શોધમાં હતા. શરૂઆતમાં તેણે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ અને સારેગામા સાથે વાતચીત કરી હતી. પરંતુ વેલ્યુએશન ડીલ કામ કરી શકી ન હતી અને આ ડીલ અદાર પૂનાવાલાની કંપનીએ સાઈન કરી હતી.