Monday, June 23, 2025
More

    જેટલો ખર્ચ મુંબઈનું આખું મેટ્રો રેલ નેટવર્ક ઊભું કરવામાં થાય, તેટલા રૂપિયા અદાણીએ ટેક્સ પેટે ચૂકવ્યા: 2024-25માં ચૂકવ્યો ₹74,945 કરોડનો કર

    દેશના અગ્રણી ઉદ્યોગસમૂહ અદાણી જૂથે નાણાકીય વર્ષ 2024-25માં કુલ ₹74,945 કરોડ રૂપિયા ટેક્સ તરીકે સરકારને ચૂકવ્યા છે. આ જાણકારી સ્વયં અદાણી સમૂહ તરફથી ગુરુવારે (5 જૂન) આપવામાં આવી. 

    નાણાકીય વર્ષ 2025માં અદાણી સમૂહે કુલ ₹74,945 કરોડ સરકારી ખજાનામાં ચૂકવ્યા. વર્ષ 2023-24માં આ ₹58,104 કરોડ હતા. જેમાં બીજા વર્ષે 29%નો ઉછાળો જોવા મળ્યો. 

    પ્રાપ્ત જાણકારી અનુસાર, કુલ ₹74,945 કરોડમાંથી સીધું યોગદાન ₹28,720 કરોડનું છે. બાકીના ₹45,407 કરોડ ઇનડાયરેક્ટ કોન્ટ્રીબ્યુશન અને ₹818 કરોડ અન્ય માર્ગોથી પહોંચાડવામાં આવ્યા. 

    સમૂહ દ્વારા એ પણ જણાવવામાં આવ્યું કે, આ 75 હજાર કરોડ મૂલ્ય એટલું છે કે તેનાથી મુંબઈનું આખું મેટ્રો નેટકવર્ક તૈયાર થઈ શકે તેમ છે. સમૂહે કહ્યું કે તેઓ કર પારદર્શિતામાં માને છે અને આગળ પણ આ જ રીતે યોગદાન આપતા રહેશે. 

    ઉલ્લેખનીય છે કે એક તરફ કોંગ્રેસ અને અન્ય વિપક્ષો સત્તાલાલસામાં સરકારને ટાર્ગેટ કરવા માટે દેશનાં ઉદ્યોગસમૂહોને કારણ વગર સતત ટાર્ગેટ કરતા રહે છે. પરંતુ આ ઉદ્યોગ જૂથો ન માત્ર રોજગારની તકો પેદા કરે છે, પરંતુ આ રીતે ટેક્સ ચૂકવીને પણ ખજાનો મજબૂત કરે છે.