Monday, July 14, 2025
More

    અદાણી ગ્રુપની અંબુજા સિમેન્ટ અને ACC બની ભારતમાં SBTi માન્યતા મેળવનારી પ્રથમ કંપનીઓ: વિશ્વના 9મા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક, કહ્યું- ‘નેટ ઝીરો’ લક્ષ્ય પર કામ કરવામાં મળી સફળતા

    અદાણી ગ્રુપની (Adani Group) સિમેન્ટ ઉત્પાદક અંબુજા સિમેન્ટ્સ (Ambuja Cements) અને ACC ઇન્ડિયાને તેમના નેટ ઝીરો ટાર્ગેટ માટે સાયન્સ બેઝ્ડ ટાર્ગેટ્સ ઇનિશિયેટિવ (SBTi) માન્યતા મળી છે. આ માન્યતા પ્રાપ્ત કરનારી તેઓ ભારતની એકમાત્ર સિમેન્ટ કંપનીઓ છે. આ માન્યતા પછી, કંપનીઓ ભારતના ઔદ્યોગિક ડીકાર્બોનાઇઝેશનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.

    અદાણી ગ્રુપના સિમેન્ટ વ્યવસાયના CEO વિનોદ બહેતીએ જણાવ્યું હતું કે, “અંબુજા સિમેન્ટ્સ અને ACC ખાતે અમે ક્લાયમેટ ચેન્જના ઉકેલ માટે મજબૂત રીતે કામ કરી રહ્યા છીએ. કોર્પોરેટ ક્લાયમેટ લક્ષ્યોને પૂર્ણ કરવા માટે SBTi એક વધુ સારું ધોરણ છે. SBTi દ્વારા અમારા લક્ષ્યોને માન્યતા આપવામાં આવતા, અમે વિકાસ અને પર્યાવરણ ક્ષેત્રમાં ઘણું કામ કરી શકીશું. અમે વિશ્વના 9મા સૌથી મોટા સિમેન્ટ ઉત્પાદક છીએ અને નેટ ઝીરો ટાર્ગેટ મેળવનાર ભારતની એકમાત્ર કંપની છીએ.”

    તેમણે વધુમાં કહ્યું કે અદાણી ગ્રુપે ગ્રીન એનર્જી લક્ષ્યને પ્રાપ્ત કરવા માટે $100 બિલિયનનું રોકાણ કરવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ લક્ષ્ય 2030 સુધીમાં પ્રાપ્ત કરવાનું છે. આ અંતર્ગત, પુનઃપ્રાપ્ય ઉર્જા ક્ષમતા 14.2 GWથી વધારીને 50 GW કરવામાં આવશે.