Tuesday, July 15, 2025
More

    અદાણી સિમેન્ટ અને CREDAIએ કરી ભાગીદારી, સસ્ટેનેબલ અને હાઇ-ક્વાલિટી સાથેના શહેરી નિર્માણને મળશે પ્રોત્સાહન

    અદાણી સિમેન્ટ અને CREDAIએ (કોન્ફેડરેશન ઑફ રિયલ એસ્ટેટ ડેવલપર્સ એસોસિએશન ઑફઇન્ડિયા) ભારતમાં ટકાઉ અને ઉચ્ચ-ગુણવત્તાવાળા નિર્માણને પ્રોત્સાહન આપવા માટે ભાગીદારી કરી છે. ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતની ઉપસ્થિતિમાં પણજીમાં યોજાયેલી CREDAI ગવર્નિંગ કાઉન્સિલની બેઠકમાં આ ભાગીદારી પર્ હસ્તાક્ષર થયા હતા, જેમાં દેશભરના ઉદ્યોગ સંગઠનના પદાધિકારીઓ અને અગ્રણી ડેવલપર્સ લોકોએ હાજરી આપી હતી.

    આ  ભાગીદારીથી અદાણી સિમેન્ટ અને દેશના ખાનગી રિયલ એસ્ટેટ ડેવલપર્સની સંસ્થા એક મંચ ઉપર આવી છે, જેનો હેતુ બાંધકામ ક્ષેત્રને લાભ આપવાનો છે. આ સહયોગ અંતર્ગત અદાણી સિમેન્ટ CREDAIના 13,000થી વધુ ડેવલપર્સના દેશવ્યાપી નેટવર્કનો ઉપયોગ તેના બિઝનેસ ટુ બિઝનેસની પહોંચને મજબૂત બનાવવા માટે કરશે, જ્યારે CREDAIના સભ્યોને અદાણી સિમેન્ટના ઉદ્યોગલક્ષી અભિગમના ઉકેલોનો લાભ પણ મળશે.

    અદાણી ગ્રુપના સિમેન્ટ બિઝનેસના CEO વિનોદ બાહેતીએ જણાવ્યું હતું કે, “CREDAI સાથેની અમારી ભાગીદારી ટકાઉ અને નવીન બાંધકામ દ્વારા રાષ્ટ્ર નિર્માણ પ્રત્યે અદાણી સિમેન્ટની પ્રતિબદ્ધતાનો પુરાવો છે. CREDAI સાથે હાથ મિલાવીને અમારું લક્ષ્ય ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિશ્વ-સ્તરીય સિમેન્ટ ઉત્પાદનો અને ગ્રીન કોંક્રિટ સોલ્યુશન્સને અપનાવવાની પ્રક્રિયાને વેગ આપવાનું છે.”

    તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, “આ ભાગીદારી ગ્રીન, સ્માર્ટ શહેરી ભવિષ્યના નિર્માણના અમારા વિઝન સાથે સંપૂર્ણ રીતે સુસંગત છે, જેમાં અદાણી સિમેન્ટની ટેકનિકલ કુશળતા અને CREDAIનો જમીન પરનો અનુભવ મજબૂત, સુરક્ષિત અને વધુ ટકાઉ માળખાં બનાવવા માટે એકસાથે આવે છે.”