Sunday, June 15, 2025
More

    ‘જેણે પોલીસકર્મીઓ પર ઉઠાવ્યો હાથ, તેને યાદ કરાવી દઈશું એમના પાકિસ્તાની અબ્બા’: મહારાષ્ટ્ર સરકારના મંત્રી નીતિશ રાણે, કહ્યું- નાગપુર હિંસા માટે જવાબદાર અબુ આઝમી

    તાજેતરમાં ઔરંગઝેબની કબર (Aurangzeb Tomb) હટાવવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ કબર હટાવવા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓએ વિરોધ નોંધાવ્યો હતો, જે પછી 17 માર્ચની સાંજે નાગપુર ખાતે હિંસા (Nagpur Violence) ફાટી નીકળી હતી. જે અંગે હવે મહારાષ્ટ્ર સરકારના મંત્રી નિતેશ રાણેનું (Nitesh Rane) નિવેદન સામે આવ્યું છે.

    તેમણે મીડિયા સાથેની વાતચીતમાં સુનિયોજિત કાવતરાવાળા CM ફડણવીસના નિવેદન પરના પ્રશ્ન પર જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ઘટના કેવી રીતે ઘટી અને શું ઘટનાક્રમ રહ્યો તે અંગે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે સત્તાવાર નિવેદન આપી ચૂક્યા છે, તેમણે જે નિવેદન આપ્યું તે સત્ય છે.

    તેમણે આગળ કહ્યું કે, “જેણે પણ પોલીસ પર હાથ ઉપાડ્યા, એ હાથને તો અમે છોડીશું નહીં, જેણે-જેણે આમારા DCP લેવલથી લઈને 33 લોકો ઉપર હાથ ઉપાડ્યો, ઘાયલ કર્યા છે, એને છોડીશું નહીં. આ કેવી રીતેનું આંદોલન છે કે તમારે પોલીસકર્મીઓ પર હાથ ઉપાડવો પડે છે.” તેમણે આ સિવાયના પણ એવા આંદોલનોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ઇસ્લામિક ટોળાએ મહિલા પોલીસકર્મીઓ પર પણ હાથ ઉપાડ્યો હતો.

    તેમણે કહ્યું હતું કે, “જેણે પણ પોલીસકર્મીઓ પર હાથ ઉપાડ્યો છે તેમને એમના પાકિસ્તાનના અબ્બા યાદ આવી જશે એવું એક્શન દેવાભાઉની (CM દેવેન્દ્ર ફડણવીસ) સરકારના માધ્યમથી થશે.”

    તેમણે કહ્યું હતું કે, “આ માટે અબુ આઝમી જવાબદાર છે…તેમણે આ મુદ્દો શરૂ કર્યો હતો…આ સરકારને બદનામ કરવા માટે એક આયોજનબદ્ધ હિંસા હતી…અમે અમારા પોલીસકર્મીઓ પર હાથ ઉપાડનારાઓને બક્ષીશું નહીં…આ મામલે કડક કાર્યવાહી કરવામાં આવશે…”