Wednesday, June 25, 2025
More

    જેલમાંથી છૂટવાની ખુશીમાં મળતિયાઓ સાથે આબિદ શેખે કાઢ્યું જુલૂસ, લગાવ્યા ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા: યુપી પોલીસે ફરી ધરપપકડ કરીને કર્યો જેલભેગો

    કેટલાક દિવસ પહેલાં વારાણસી પોલીસે ચેતગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા આબિદ શેખની ધરપકડ કરી હતી. તેના પર લૂંટફાટ, મારપીટ અને SC/ST એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો. જે બાદ કોર્ટે 7 જૂનના રોજ આરોપીને જામીન આપી દીધા હતા. જોકે, જેલમાંથી છૂટ્યા બાદ તેણે પોતાના મળતિયાઓ સાથે મળીને જુલૂસ કાઢ્યું હતું અને ‘પાકિસ્તાનના ઝિંદાબાદ’ના નારા પણ લગાવ્યા હતા. 

    ઘટનાનો વિડીયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો હતો. જેમાં જોઈ શકાય છે કે, આરોપી આબિદ શેખના સમર્થકોએ તેનો રોડ શો કાઢ્યો હતો. આબિદ કારમાં સનરૂફમાં ઊભો હતો અને આગળ-પાછળ ગાડીઓના કાફલા પણ જોવા મળ્યા હતા. આ દરમિયાન તેના સમર્થકો નારા પણ લગાવી રહ્યા હતા. તે દરમિયાન અચાનક ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ના નારા લાગવાના શરૂ થઈ ગયા હતા. 

    સમર્થકો નારા લગાવી રહ્યા હતા કે, “ભાઈ અપના છૂટ ગયા, જેલ કા તાલા તૂટ ગયા.” તે દરમિયાન અચાનક પાકિસ્તાનના સમર્થનમાં નારા લાગવા લાગ્યા હતા. ઘટનાની જાણ થયા બાદ તરત જ ફરીથી આબિદ અને તેના મળતિયાઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. હાલ તેની ધરપકડ પણ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.