Sunday, March 23, 2025
More

    સોશિયલ મીડિયામાં થયું ટ્રોલિંગ તો યુટ્યુબર્સ સામે અભિનવ અરોરાના પરિવારે નોંધાવી દીધી ફરિયાદ

    મથુરામાં (Mathura) 10 વર્ષના લોકપ્રિય બાળ ધાર્મિક વક્તા અભિનવ અરોરાના (Abhinav Arora) પરિવારે સાત યુટ્યુબર્સ (Youtubers) વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પરિવારનો આરોપ છે કે આ યુટ્યુબરોએ બાળકની ધાર્મિક માન્યતાઓની મજાક ઉડાવીને તેને બદનામ કરવાનો પ્રયાસ કર્યો છે.

    અભિનવ અરોરાની માતાએ, મથુરા એસપીને કરેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે આ યુટ્યુબર્સ “હિંદુ વિરોધી તત્વો” (Anti Hindu Eliments) છે જેમણે બાળકની ધાર્મિક માન્યતાઓનું અપમાન કરવાના હેતુથી વિડીયો બનાવ્યો છે. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આ વિડીયોનો હેતુ હિંદુ ધર્મની માન્યતાઓને બગાડવાનો અને નફરત ફેલાવવાનો છે. આ સાથે પરિવારનો આરોપ છે કે તેમને બિશ્નોઈ ગેંગ તરફથી જાનથી મારી નાખવાની ધમકીઓ પણ મળી છે.

    ફરિયાદમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ યુટ્યુબર્સની વર્તણૂકથી બાળક માનસિક તાણમાં છે, જેના કારણે તે પોતાની ધાર્મિક માન્યતાઓને અનુસરવામાં અને સામાન્ય જીવન જીવવામાં અસમર્થ લાગે છે. પરિવારનું કહેવું છે કે આ ઘટનાઓને કારણે તેમની સામાજિક પ્રતિષ્ઠા અને માનસિક શાંતિ પર ખરાબ અસર પડી છે.