આમ આદમી પાર્ટીના (AAP) રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે (Swati Maliwal) બુધવારે પાર્ટીના કન્વીનર અરવિંદ (Arvind Kejriwal) કેજરીવાલને બીઆર આંબેડકરને ‘સાચી શ્રદ્ધાંજલિ’ આપવા માટે દિલ્હી વિધાનસભામાં (Delhi Assembly) દલિત વિરોધ પક્ષના નેતાની (Dalit Leader of the Opposition) નિમણૂક કરવા જણાવ્યું હતું.
दिल्ली में दलित समाज से आने वाले एक विधायक को नेता-प्रतिपक्ष (Leader of Opposition) बनाने हेतु @ArvindKejriwal जी को आज पत्र लिखा है।
— Swati Maliwal (@SwatiJaiHind) February 19, 2025
आज से 3 साल पहले केजरीवाल जी ने पंजाब में वादा किया था कि हम दलित उपमुख्यमंत्री बनाएँगे लेकिन वो वादा आज तक पूरा नहीं हुआ। आशा करती हूँ वे इस बार… pic.twitter.com/U9pSlXqnCo
માલીવાલે આજે કેજરીવાલને લખેલો પત્ર X પર પોસ્ટ કરીને કહ્યું, “ત્રણ વર્ષ પહેલાં કેજરીવાલે પંજાબમાં વચન આપ્યું હતું કે તેઓ એક દલિતને નાયબ મુખ્યમંત્રી બનાવશે, પરંતુ તે વચન આજ સુધી પૂર્ણ થયું નથી.” તેમણે આગળ લખ્યું, “મને આશા છે કે આ વખતે તેઓ દિલ્હીના એક દલિત ધારાસભ્યને વિપક્ષના નેતા બનાવીને આદરણીય બાબાસાહેબ આંબેડકરજીને સાચી શ્રદ્ધાંજલિ આપશે.”
અંતે, AAP સાંસદે કહ્યું કે દલિત ધારાસભ્યને વિપક્ષના નેતા તરીકે પસંદ કરવા એ'”આપણા મૂળભૂત સિદ્ધાંતોનું પાલન કરવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું’ હશે અને તે એક રાજકીય પગલું હશે. માલીવાલનો પત્ર એવા સમયે આવ્યો છે જ્યારે 27 વર્ષના અંતરાલ પછી રાજધાનીમાં સત્તામાં આવ્યાના એક અઠવાડિયાથી વધુ સમય પછી ભાજપ આજે દિલ્હીના નવા મુખ્યમંત્રીની જાહેરાત કરે તેવી અપેક્ષા છે.