Wednesday, February 5, 2025
More

    ‘ફ્લાઈંગ કિસ’ આપી રહ્યા હતા AAP ધારાસભ્ય, મહિલાએ નોંધાવી FIR: અમાનતુલ્લાહ ખાન સામે પણ કાર્યવાહી, પ્રચાર પૂરો થયા પછી પણ માંગી રહ્યો હતો મત

    આમ આદમી પાર્ટીના ધારાસભ્ય (AAP MLA) દિનેશ મોહનિયા (Dinesh Mohaniya) પર એક મહિલાની છેડતીનો (Molestation) આરોપ લાગ્યો છે. આ અંગે મહિલાએ દિલ્હી પોલીસમાં FIR નોંધાવી છે. મહિલાનો આરોપ છે કે મોહનિયા ચૂંટણી પ્રચાર દરમિયાન તેને ફ્લાઈંગ કિસ આપી (Flying Kiss) રહ્યા હતા. મહિલાએ પોલીસને મોહનિયાનો વિડીયો પણ આપ્યો છે.

    દિલ્હી પોલીસે (Delhi Police) આ મામલે તપાસ શરૂ કરી દીધી છે. દિલ્હી પોલીસે પોતે જ AAPના અન્ય ધારાસભ્ય અમાનતુલ્લાહ ખાન વિરુદ્ધ FIR નોંધી છે. ચૂંટણી પ્રચારની સમયમર્યાદા પૂરી થયા પછી પણ તેમના પર મત માંગવાનું ચાલુ રાખવાનો આરોપ છે. તેમની સામે આચારસંહિતા ભંગ બદલ કેસ નોંધવામાં આવ્યો છે.

    અમાનતુલ્લાહ ખાનનો (Amanatullah Khan) એક વિડીયો સામે આવ્યો હતો જેમાં તેઓ 3 ફેબ્રુઆરી, 2025ના રોજ ચૂંટણી પ્રચાર સમાપ્ત થયા પછી પણ ઓખલામાં સમર્થકો સાથે ફરતા જોવા મળ્યા હતા. નૂર નગર વિસ્તારમાં તેનો દિલ્હી પોલીસ સાથે ઝઘડો પણ થયો હતો.