તાજેતરમાં જ વિસાવદર બેઠકની (Visavadar) પેટાચૂંટણી (By-election) જીતીને વિજય મનાવી રહેલા ગોપાલ ઇટાલિયાએ (Gopal Italia) હવે સુરતથી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને (CR Paatil) પડકાર ફેંક્યો છે. ઇટાલિયાએ પાટીલને પડકાર ફેંકતા કહ્યું છે કે, જો ભાજપમાં હિંમત હોય તો આમ આદમી પાર્ટીનો (AAP) એક ધારાસભ્ય (MLA) પણ તોડી બતાવે. જોકે, આ ધમકી કરતા વધુ હાસ્યાસ્પદ દાવો લાગી રહ્યો છે.
સરથાણા કોમ્યુનિટી હૉલ ખાતે એક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં ગોપાલ ઇટાલિયાએ ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલને પડકાર ફેંક્યો હતો અને કહ્યું હતું કે, હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટાચૂંટણી કરીને જીતી બતાવો. જોકે, આ પહેલાં જ આમ આદમી પાર્ટીમાં આવું થઈ ચૂક્યું છે.
નોંધવા જેવું છે કે, વિસાવદર બેઠક પરથી AAPમાંથી જીતેલા ભૂપત ભાયાણીએ રાજીનામું આપી દીધું હતું અને ભાજપમાં જોડાઈ ગયા હતા, જે બાદ ત્યાં પેટાચૂંટણી યોજવામાં આવી હતી. તે સિવાય હવે ભાવનગરમાં AAPના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પણ રાજીનામું ધરી દીધું છે. આ બધી ઘટનાઓ છતાં ગોપાલ ઇટાલિયાના વળ નથી છૂટી રહ્યા.