આમ આદમી પાર્ટીના (AAP) એક ધારાસભ્યએ પોતે જ પોતાની પાર્ટીની પોલ ખોલી દીધી છે. પંજાબના ધરમકોટના ધારાસભ્ય દેવેન્દ્રજીત સિંઘે (Devendrajeet Singh) ભગવંત માન (Bhagwant Mann) સરકાર પર તેમના પ્રદેશ સાથે સાવકી મા જેવું વર્તન કરવાનો આરોપ લગાવ્યો હતો.
દેવેન્દ્રજીત સિંઘે પંજાબ વિધાનસભામાં સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે AAP સરકાર પર આરોપ લગાવતા કહ્યું હતું કે “ધરમકોટ બેઠક એક પછાત વિસ્તાર છે. અમે પણ પંજાબના રહેવાસી છીએ અને અમારો જિલ્લો મોગા છે. અમારી સરકારે ધરમકોટ વિધાનસભા મતવિસ્તારને આરોગ્ય સંબંધિત એક પણ પ્રોજેક્ટ આપ્યો નથી.”
'मुझे लग रहा है कि हम पाकिस्तान में रह रहे हैं, ऐसा कहना है मोगा के धर्मकोट से आम आदमी पार्टी के विधायक देवेन्द्रजीत सिंह का।
— Pratyush Kanth (@PratyushKanth) March 26, 2025
आम आदमी पार्टी के विधायक ने अपनी ही पार्टी की सरकार के कामकाज को लेकर सवाल खड़ा किया और आरोप लगाया कि उनके जिले में एक भी प्राइमरी हेल्थ केयर सेंटर… pic.twitter.com/WwdJ5jrfaR
તેમણે આગળ કહ્યું હતું કે, “કોટ ઈસે ખાન CHCમાં એમબીબીએસ ડોક્ટરોની આઠ જગ્યાઓમાંથી માત્ર બે જ જગ્યાઓ અત્યાર સુધી ભરાઈ છે. મોગા સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવ્યું છે. અગાઉ 300 નિષ્ણાત ડોકટરોની ભરતી કરવામાં આવી હતી, જેમાંથી ફક્ત ચાર ડોકટરોને મોગામાં આપવામાં આવ્યા હતા.”
તેમણે આગળ કહ્યું કે, “હવે 255 MBBS ડોકટરોમાંથી ફક્ત ચારને મોગામાં આપવામાં આવ્યા છે. માલેરકોટલા એક નાનો જિલ્લો છે અને મોગાને આપવામાં આવેલા ચાર ડોકટરોની સરખામણીમાં ત્યાં 28 MBBS ડોકટરો તૈનાત છે.
દેવેન્દ્રજીત સિંઘે પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે “હું પૂછવા માંગુ છું કે મોગા સાથે આવો વ્યવહાર કેમ? શું આ પંજાબનો ભાગ નથી? એવું લાગે છે કે અમે પાકિસ્તાનમાં રહીએ છીએ.”