Sunday, March 2, 2025
More

    દિલ્હી: ભ્રષ્ટાચાર કેસમાં AAP નેતા સત્યેન્દ્ર જૈનને જામીન

    દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે આમ આદમી પાર્ટી નેતા અને દિલ્હી સરકારના પૂર્વ મંત્રી સત્યેન્દ્ર જૈનને (Satyendra Jain) જમીન આપ્યા છે. 

    તેમની ધરપકડ મની લોન્ડરિંગ કેસમાં મે, 2022માં થઈ હતી. ત્યારથી તેઓ જેલમાં બંધ હતા. વચ્ચે સ્વાસ્થ્ય કારણોસર સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા ત્યારે બહાર આવ્યા હતા. 

    કોર્ટે જૈનને ₹50,000ના બોન્ડ પર તેમજ દેશ ન છોડવાની શરતે જામીન આપ્યા છે. તેઓ 18 મહિના બાદ હવે જેલની બહાર આવશે. 

    સત્યેન્દ્ર જૈનની ધરપકડ ભ્રષ્ટાચારના આરોપમાં થઈ હતી. 30 મે, 2022ના રોજ ધરપકડ થયા બાદ રિમાન્ડ પર મોકલવામાં આવ્યા હતા. ત્યારબાદ 13 જૂનના રોજ તિહાડ જેલમાં મોકલવામાં આવ્યા. 26 મે, 2023ના રોજ સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાના જામીન આપ્યા હતા, ત્યારબાદ મુદત પણ લંબાવાઈ હતી. માર્ચ, 2024માં સુપ્રીમ કોર્ટે તેમના રેગ્યુલર જામીન નામંજૂર કરતાં ફરીથી જેલભેગા કરી દેવામાં આવ્યા હતા.