આમ આદમી પાર્ટીના નેતા અને આતિશી સરકારમાં મંત્રી કૈલાશ ગેહલોતે (Kailash Gahlot) પાર્ટીમાંથી રાજીનામું આપી દીધું છે.
તેમણે પાર્ટી સુપ્રીમો અરવિંદ કેજરીવાલને એક પત્ર લખીને પોતે પાર્ટી છોડી રહ્યા હોવાનું જણાવ્યું છે. અન્ય એક પત્ર તેમણે મુખ્યમંત્રી આતિશીને મોકલ્યો છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, તેઓ દિલ્હીના મંત્રી પદેથી રાજીનામું ધરી રહ્યા છે.
— Kailash Gahlot (@kgahlot) November 17, 2024
તેમણે કેજરીવાલને લખેલા પત્રમાં આમ આદમી પાર્ટીની કામ કરવાની પદ્ધતિ પર સવાલો ઉઠાવ્યા છે અને પાછલા અમુક વાયદાઓને પણ યાદ કરાવ્યા છે. સાથે ‘શીશમહેલ’ જેવા વિવાદોનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એમ પણ કહેવામાં આવ્યું કે, દિલ્હી સરકાર જનતાનાં કામો કરવાના સ્થાને કેન્દ્ર સરકાર સાથે બાખડવામાં જ મોટાભાગનો સમય વેડફી નાખે છે.
— Kailash Gahlot (@kgahlot) November 17, 2024
કૈલાશ ગેહલોત દિલ્હી સરકારમાં પરિવહન, પ્રશાસનિક સુધાર, ઇન્ફોર્મેશન ટેકનોલોજી, ગૃહ અને મહિલા-બાળવિકાસ મંત્રાલય સંભાળતા હતા અને કેજરીવાલના નજીકના સાથી માનવામાં આવતા હતા.